અલિયાબાડા-3, કોડીનાર-ગીરગઢડા-2॥, ઉના-2 સહિત સૌરાષ્ટ્રના 26 તાલુકામાં ઝાપટાથી એક ઇંચ, સર્વત્ર વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
સૌરાષ્ટ્રમાં પ્રારંભે ધમાકેદાર એન્ટ્રી કયા બાદ ગઇકાલથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ધટયુ છે. છતા એક થી ચાર જેટલો વરસાદ વરસી ગયો હતો જયારે અમૂક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસ્યાના એહવાલ પ્રાપ્ત થયા છે. ગઇકાલે વેરાવળ પંથકમાં ચાર ઇંચ તથા અલીયાબાડા-3, કોડીનાર-ગીરગઢડા-2॥, ઉના-2, સહિત 26 તાલુકામાં ઝાપટાથી લઇને ચાર જેટલો વરસાદ વરસી ગયો હતો. સર્વત્ર વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાય ગયો છે.
સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટ્યું હોય તેમ સોમનાથ જિલ્લામાં 1થી 4 ઈંચ સુધીનો વરસાદ પડયો છે. જ્યારે અન્ય જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. બે દિવસના સાર્વત્રિક વરસાદના કારણે સ્થાનિક નદી-નાળા પ્રથમ વરસાદમાં છલકાઈ ગયા છે.
ગીર સોમનાથ જિલ્લામાં સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી.વેરાવળ અને સુત્રાપાડા 4 ઈંચ, ગિરગઢડા રતા, કોડીનાર, તાલાલા, ઉના 2 ઈંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. વરસાદના લીધે વાતાવરણમાં બારાથી ત્રસ્ત થયા બાદ ઠંડી પ્રસરતા લોકોમાં રાહત ફેલાઈ હતી.ધામળેજ પંથકમાં બપોરના સમયે શરૂૂ થયેલો વરસાદ સતત સાંજ સુધી વરસતો રહ્યો હતો. અંદાજે ત્રણથી ચાર ઈચ જેટલો વરસાદ નોંધાયો છે. કોડીનાર તાલુકાના ડોળાસા વિસ્તાર માં વધુ દોઢ ઈંચ વરસાદ પડી જતા ખેડૂતોમાં રાહતની લાગણી છવાઈ છે. ગીરના જંગલમાં આવેલ તાલાલા પંથકની જીવાદોરી સમાન કમલેશ્વર ડેમ ઉપર બે ઇંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રના ડેમોમાં એક જ દિવસમાં 10.46 ટકા પાણી આવ્યું
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ યથાવત છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીરની આવક થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. માત્ર એક જ દિવસમાં સૌરાષ્ટ્રના ડેમોના સ્ટોરેજમાં 10.46%નો જંગી વધારો થયો હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રના જળસંગ્રહમા રાતોરાત 10542 એમસીએફટી વધારો થયો હોવાનું સામે આવ્યું છે.
અનેક લોકોના રેસ્કયુ-સ્થળાંતર
ભારે વરસાદને કારણે બોટાદમાં 40 લોકોનું સ્થળાંતર કરાયું છે. અમરેલીમાં 80 લોકોનું સ્થળાંતર કરાયું, ભાવનગરમાં 729 લોકોનું સ્થળાંતર કરાયું, સુરેન્દ્રનગરમાં 134 લોકોનું સ્થળાંતર કરાયું છે. આમ, રાજ્યમાં કુલ 983 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 182 લોકોનું રેસ્કયુ કરાયું છે. રાજ્યમાં કૂલ 182 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે.જેમાં બોટાદમાં 24 લોકોનું રેસ્કયુ કરાયું, ભાવનગરમાં 89 લોકોનું રેસ્કયુ કરાયું, અમરેલીમાં 69 લોકોનું રેસ્કયુ કરાયું છે. ભારે વરસાદના પગલે 189 રોડ બંધ હતા, જેમાં 23 રોડ શરૂૂ કરવામાં આવ્યાં છે. અત્યારની સ્થિતિએ 168 રોડ રાજ્યમાં બંધ છે.
