નાવલી નદીમાં ભારે પૂર, ગાધડકા ગામમાં પાણી ઘુસતા સંપર્કવિહોણું, અનેક ચેકડેમો ઓવરફ્લો થયા
નૈઋત્વ ચોમાસાની સૌરાષ્ટ્રમાં ધમાકેદાર એન્ટ્રી થતા એકથી દસ ઇંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો છે. જેમાં સાવરકુંડલા પંથકમાં ગઇકાલે સવાર સુધીમાં 10 ઇંચ જેટલું પાણી વરસી જતા નદીઓ બે કાંઠે વહેતી થઇ હતી. ભારે વરસાદના પગલે અનેક ગામોના પાણી ઘુસવાની અને ખેતરો જળબંબાકાર થયાની સ્થિતિ સર્જાઇ છે. વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારથી ચોમાસાની શરૂૂઆત ધમાકેદાર રીતે થઈ છે. મેઘરાજાએ શહેરમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસાવ્યો, જેના કારણે નાવલી નદીમાં પૂર આવ્યું અને નદી ઉપર આવેલો ચેકડેમ છલકાઈ ગયો. આ પહેલા પણ મોસમી વરસાદને કારણે આ ચેકડેમ ત્રણ વખત છલકાયો હતો, જે આ વિસ્તારની જળસંગ્રહ ક્ષમતાને મજબૂત બનાવે છે.
સાવરકુંડલાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અનુરાધાર વરસાદે ખેતરોમાં પાણી ભરી દીધું છે, જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગાધકડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે વીજપડી ગામે છેલ્લા ચાર કલાકથી ધોધમાર વરસાદ ચાલુ છે. આ ઉપરાંત, તાલુકાના અન્ય ગામોમાં પણ ચેકડેમો છલકાયા છે, જેનાથી જળસંચયને વેગ મળ્યો છે.
આ ભારે વરસાદે ખેતી અને જળસંગ્રહ માટે સકારાત્મક અસર કરી છે, પરંતુ સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ચોમાસાની શરૂૂઆતે સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં ખેતી માટે આશીર્વાદરૂૂપ સાબિત થઈ રહી છે, અને ખેડૂતો આગામી દિવસોમાં વધુ વરસાદની આશા રાખી રહ્યા છે.
ભાટિયામાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર
કલ્યાણપુરના ભાટિયા ગામે વાદળછાયા વાતાવરણ બાદ અચાનક વાતાવરણમા પલટો આવતા વરસાદથી રસ્તાઓ પર પાણીનુ સામ્રાજય, ભાટિયા ગામે વરસાદથી ખેડૂત પુત્રોમાં ખુશીની લહેર. (તસ્વીર : નિલેશ કાનાણી)
