સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ગરબડ: કોલકાતામાં મુસાફરોને ઉતારી દેવાયા
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ સતત ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ વખતે દિલ્હીથી રાંચી જતી ફ્લાઇટને ટેકનિકલ સમસ્યાઓના કારણે ડાયવર્ટ કરવામાં આવી છે.
માહિતી મુજબ, સોમવારે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 9695 એ દિલ્હીથી સાંજે 4:25 વાગ્યે ઉડાન ભરી હતી. ત્યારબાદ, ફ્લાઇટને દિલ્હી પાછી વાળવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે આવું કરવામાં આવ્યું છે. એર ઇન્ડિયાનું આ વિમાન સાંજે 6.20 વાગ્યે રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર ઉતરવાનું હતું. રાંચીમાં રાહ જોઈ રહેલા મુસાફરોને આ અંગે અગાઉથી જાણ કરવામાં આવી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી એરપોર્ટથી રાંચી માટે ઉડાન ભરી હતી. આ દરમિયાન કાનપુર નજીક ફ્લાઈટમાં કેટલીક ટેકનિકલ ખામી અનુભવાઈ હતી. બીજી તરફ સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે મંગળવારે વહેલી સવારે એરપોર્ટ પર નિર્ધારિત સ્ટોપ દરમિયાન મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવા પડ્યા હતા.
લાઈટ AI 180 રાત્રે 12:45 વાગ્યે સમયસર પહોંચી હતી પરંતુ ડાબા એન્જિનમાં ખામીને કારણે ટેકઓફમાં વિલંબ થયો હતો. સવારે લગભગ 5:20 વાગ્યે, બધા મુસાફરોને વિમાનમાંથી ઉતારવાની સૂચના આપવામાં આવી હતી.
