વિમાન દુર્ઘટનાની તપાસ માટે હાઈલેવલ કમિટીની રચના: 3 મહિનામાં રિપોર્ટ

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીની જાહેરાત, દરેક એંગલની તપાસ માટે IBના અધિકારીઓને પણ સામેલ કરાયા 12 જૂનના રોજ અમદાવાદથી લંડનના ગેટવીક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નં. એઆઈ-171…

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીની જાહેરાત, દરેક એંગલની તપાસ માટે IBના અધિકારીઓને પણ સામેલ કરાયા

12 જૂનના રોજ અમદાવાદથી લંડનના ગેટવીક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નં. એઆઈ-171 એરપોર્ટથી બે કિલોમીટર દૂર મેઘાણીનગરમાં તુટી પડ્યા બાદ આ સમગ્ર દૂર્ઘટનામાં કેન્દ્ર સરકારે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આ માટે એક હાઈલેવલ કમીટીની પણ રચના કરી દેવામાં આવી છે. કેબીનેટ સેક્રેટરીને આ કમીટીના અધ્યક્ષ બનાવાયા છે. તેમજ આ ઘટનામાં ટેક્નિકલ ઉપરાંત અન્ય કોઈપણ કારણ હોય તેની તપાસ કરવા માટે આઈબીના અધિકારીઓને પણ સામેલ કરાયા છે.

આજે પત્રકાર પરિષદ દરમિયાન મંત્રી કે રામ મોહન નાયડુએ કહ્યું – અકસ્માતની તપાસ પહેલા દિવસથી જ ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહ સચિવના નેતૃત્વમાં એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ અકસ્માત એરપોર્ટથી 2 કિમી દૂર થયો હતો. પાઇલટે ઇમરજન્સી રિપોર્ટ આપ્યો હતો. વિમાનનો અઝજ સાથે સંપર્ક તૂટી ગયો હતો.

અકસ્માતની દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે.શુક્રવારે સાંજે 5 વાગ્યે બ્લેક બોક્સ મળી આવ્યું હતું. વિમાને બપોરે 1.39 વાગ્યે ઉડાન ભરી હતી. બ્લેક બોક્સ અકસ્માતનું કારણ જાહેર કરશે. 650 ફૂટની ઊંચાઈએ સમસ્યા હતી. પાયલોટે ઇમરજન્સી રિપોર્ટ આપ્યો હતો. પેરિસ દિલ્હી ફ્લાઇટમાં કોઈ સમસ્યા નહોતી. તપાસ ટીમ 3 મહિનામાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. આ તપાસ ટીમમાં DGCA અને IBના અધિકારીઓનો સમાવેશ થાય છે.

વિમાન ફક્ત 650 ફૂટની ઉંચાઈ સુધી જ પહોંચી શક્યું
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ સમીર કુમાર સિંહાએ જણાવ્યું હતું કે, 12 જૂને બપોરે 2 વાગ્યે, અમને માહિતી મળી કે અમદાવાદથી ગેટવિક લંડન જતું વિમાન ક્રેશ થયું છે. અમે તાત્કાલિક ATC અમદાવાદ દ્વારા આ વિશે વિગતવાર માહિતી મેળવી. તે AIC 171 હતું અને તેમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો, 2 પાઇલટ અને 10 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. આ વિમાને બપોરે 1:39 વાગ્યે ઉડાન ભરી હતી અને થોડીક સેક્ધડોમાં, લગભગ 650 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી, તે પડવા લાગ્યું, એટલે કે તેની ઊંચાઈ ઓછી થવા લાગી. તેમણે જણાવ્યું હતું કે, બપોરે 1:39 વાગ્યે, પાઇલટે અમદાવાદ ATCને જાણ કરી કે આજે મેડે છે, એટલે કે, તે સંપૂર્ણ કટોકટી છે. ATC અનુસાર, જ્યારે તેણે વિમાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેને કોઈ જવાબ મળ્યો નહીં. બરાબર એક મિનિટ પછી, આ વિમાન મેધાણીનગરમાં ક્રેશ થયું, જે એરપોર્ટથી લગભગ 2 કિમી દૂર આવેલું છે. વિમાનના કેપ્ટન સુમિત સભરવાલ હતા અને પ્રથમ અધિકારી ક્લાઇવ સુંદર હતા. જ્યાં સુધી વિમાનનો સવાલ છે, ઇતિહાસમાં, આ અકસ્માત પહેલા, વિમાને પેરિસ-દિલ્હી-અમદાવાદ સેક્ટર કોઈપણ ઘટના વિના પૂર્ણ કર્યું હતું. અકસ્માતને કારણે રનવે બપોરે 2:30 વાગ્યે બંધ કરવામાં આવ્યો હતો અને તમામ પ્રોટોકોલ પૂર્ણ કર્યા પછી, અમદાવાદ રનવે સાંજે 5 વાગ્યાથી મર્યાદિત ફ્લાઇટ્સ માટે ખોલવામાં આવ્યો હતો.

 

એર ઈન્ડિયાએ ફ્લાઈટ નં.171 બંધ કર્યો હવે 159 નંબર અપાશે
એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે વિમાન દુર્ઘટના બાદ ફ્લાઇટ નંબર 171 બંધ કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે જીવલેણ વિમાન દુર્ઘટના પછી, એરલાઇન્સ તે ફ્લાઇટ નંબરનો ઉપયોગ કરવાનું બંધ કરે છે. 17 જૂનથી, અમદાવાદ-લંડન ગેટવિક રૂૂટ પર ફ્લાઇટ AI 171 ને બદલે AI 159 નંબરથી કાર્યરત થશે. શુક્રવારથી જ બુકિંગ સિસ્ટમમાં જરૂૂરી ફેરફારો કરવામાં આવ્યા છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *