ગઈકાલે અમદાવાદ એર ઇન્ડિયાનું મુસાફર વિમાન દુર્ઘટના ગ્રસ્ત બન્યું હતું.જેમાં જામનગરના એક તબીબ ના માતાનું પણ મૃત્યુ થયું છે. અમદાવાદમાં ગઈકાલે એક વિમાન દુર્ઘટના બની હતી. આ ભયાનક અકસ્માતમાં અસંખ્ય લોકો ના મૃત્યુ થયા હતા. જેમાં જામનગર થી રવાના થયેલાં નેહલબેન અને તેમના પતિ શૈલેષભાઈ પરમાર નું મૃત્યુ થયું હતું, ઉપરાંત જામનગરના ડો. હિમાંશુ પેશાવરીયા ના માતા વસંતબેન શાંતિલાલ પેશાવરિયા નું પણ મૃત્યુ થયા નું ખુલવા પામ્યું છે.
વસંતબેન પેશાવરીયા ને ચાર સંતાનો છે, જેમાં બે પુત્ર અને બે પુત્રીનો સમાવેશ થાય છે. બે પુત્રમાંથી એક ડો. હિમાંશુ પેશાવરીયા જામનગરમાં રહે છે, જ્યારે તેમના ભાઈ વડોદરામાં રહે છે. આ ઉપરાંત વસંતબેનના પુત્રી દીપાબેન છત્રાલા લંડન માં રહે છે. છેલ્લા કેટલાક સમયથી પોતાની પુત્રીને મળવાની ઈચ્છા હતી, આખરે 12 તારીખે લંડન જવા માટે ફાયનલ થયું હતું. વસંતબેન વડોદરા માં તેમના પુત્રના ઘરે હતા .અને ત્યાં થી ગઈકાલે સીધા અમદાવાદ એરપોર્ટ ઉપર ગયા હતા. અને લંડન જવા માટે ની હવાઈ મુસાફરી શરૂૂ કરી હતી. પરંતુ થોડી ક્ષણો માં જ આ વિમાન ક્રેશ થયું હતું. તેમાં વસંતબેન નું પણ મૃત્યુ થયું છે. આ બનાવવાની જાણ થતા જ વસંતબેનના પરિવારજનો અમદાવાદ દોડી ગયા છે.
