શહેર-ગ્રામ્યમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા

જામનગર શહેર જિલ્લામાં કોરોનાની સદી નોંધાઈ ચૂક્યા બાદ આજે કોરોનાનું સંક્રમણ વધ્યું છે, અને શહેરના નવ કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારના બે સહિત આજે સમગ્ર જિલ્લામાં…

જામનગર શહેર જિલ્લામાં કોરોનાની સદી નોંધાઈ ચૂક્યા બાદ આજે કોરોનાનું સંક્રમણ વધ્યું છે, અને શહેરના નવ કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારના બે સહિત આજે સમગ્ર જિલ્લામાં નવા 11 કેસ નોંધાયા છે. જે પૈકી એક દર્દીને જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે, અને હોસ્પિટલનો પ્રથમ કેસ નોંધાયો છે
જામનગર શહેરમાં કોરોનાના દરરોજ નવા નવા કેસ નોંધાઇ રહ્યા છે. આજે શહેરી વિસ્તારમાં 9 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આજે બે કેસ નોંધાયો છે. આજે એક દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. આમ આજે જિલ્લામાં વધુ 11 કેસનો ઉમેરો થયો છે.શહેર વિસ્તારના દર્દીઓને હોમ આઇસોલેસનમાં રાખવામાં આવ્યાં છે. શહેરમાં હાલની સ્થિત એ કુલ 50 એક્ટિવ કેસ છે.જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 5 એક્ટિવ કેસ છે.

જામનગર શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં ઉત્તરોતર વધારો નોંધાઈ રહ્યો છે. જામનગરના શહેરી વિસ્તારમાં આજે વધુ 9 કેસ નોંધાયા છે. જેમાં આનંદ બાગ વિસ્તારના 59 વર્ષના પુરુષ, ભાટની આંબલી વિસ્તારના 75 વર્ષના મહિલા શરૂૂ સેક્શન ઉપર રહેતા એક પરિવાર ની સાત વર્ષની બાળકી, મિગ કોલોનીના 76 વર્ષના મહિલા, તુલસી પાર્ટી પ્લોટના 28 વર્ષના મહિલા અને 57 વર્ષના મહિલા, હાપા રેલવે કોલોની વિસ્તારના 31 વર્ષના પુરુષ,ચાંદી બજાર વિસ્તારના 28 વર્ષના મહિલા અને પંચવટી વિસ્તારના મહિલાનો સમાવેશ થાય છે. આ તમામને હોમ આઈસોલેશનમાં જ સારવાર આપવા માં આવી રહી છે. જામનગર શહેર મા આજની સ્થિતિ એ કુલ 50 એક્ટિવ કેસ છ જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમા આજે બે કેસ નોંધાયા છે.જેમાં નવા નાગના ગામના 60 વર્ષના પુરુષ અને સિક્કા ગામના 51 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તારના એક દર્દીને વધુ તકલીફ હોવા થી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આમ જિલ્લાના પ્રથમ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા ફરજ પડી છે. હાલની સ્થિતિ એ ગ્રામ્ય વિસ્તાર માં કુલ પાંચ એક્ટિવ કેસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *