દવાખાનાના કામકાજ માટે યુવાને નાણા વ્યાજે લીધા હતા
બોટાદના યુવાને વ્યાજે લીધેલા રૂૂપિયાની પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરે બળજબરીપૂર્વક બાઈક અને મોબાઈલ ઝૂંટવી લેતાં યુવાને ફિનાઈલ પી લીધી હતી. યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાતાં તેની સ્થિતિ સ્થિર મનાય રહી છે.
બોટાદના શિવમંદિર પાસે આવેલ રાંગળી શેરી નજીક રહેતા નીતિનભાઈ વેલાભાઈ મેણીયાએ દવાખાનાના કામે માટે પૃથ્વીરાજ ભાંભળા(રહે. બોટાદ) પાસેથી રૂૂ.7 હજાર વ્યાજે લીધા હતા.જે રૂૂપિયાનું દર અઠવાડીએ 700 રૂૂપિયા લેખે ત્રણ માસનું રૂૂ.8,400 વ્યાજ ચૂકવ્યું હતું. જયારે, નીતિનભાઈએ વ્યાજખોરને વ્યાજ ઉપરાંત વધારાના રોકડા રૂૂા. બે હજાર તથા તેમના પત્નીએ રૂૂા. 15 હજાર મળી કુલ રૂૂા.25,400 ચૂકવ્યા હતા. તેમ છતાં પૃથ્વીરાજે નીતિનભાઇને કહ્યું હતું કે, તારે વ્યાજના દર અઠવાડીયે 800 રૂૂપિયા આપવાની ધમકી આપતાં નીતિનભાઈએ વ્યાજખોરને વધુ રૂૂા.2,400 વ્યાજ પેટ આપ્યા હતા.
દરમિયાનમાં ગત 27 ના રોજ રાત્રિના સમયે નીતિનભાઈ જે પેટ્રોલ પંપ ઉપર કામ કરતા હતા ત્યાં પૃથ્વીરાજ ધસી આવ્યો હતો અને તેની પાસેથી રૂૂા.16 હજાર મુદ્દલ તથા 4 હજાર વ્યાજ મળી કુલ રૂૂા. 20 હજારની પઠાણી ઉઘરાણી કરી હતી. એટલું જ નહીં, વ્યાજખોરે નીતિનભાઈનો કાઠલો પકડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક બાઈક અને મોબાઈલ લઈને જતો રહ્યો હતો.જેના કારણે નીતિનભાઈને લાગી આવતા તેમણે ઘરે આવીને ફિનાઈલ ગટગટાવી લેતાં ગંભીર હાલતે બોટાદની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમની સ્થિતિ સ્થિર મનાય રહી છે. બનાવ અંગે નીતિનભાઈએ પૃથ્વીરાજ વિરૂૂદ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મોબાઈલ તથા બાઈક છીનવી ગયાની ફરિયાદ નોંધાવી હતી.
