મુંબઇ-અમદાવાદ વંદે ભારત એકસપ્રેસ ટ્રેન રાજકોટ સુધી લંબાવો: સાંસદ કેશરીદેવસિંહ

  રાજકોટ ડીવીઝન ખાતે યોજાયેલ કેન્દ્રીય રેલ્વેનાં ઉચ્ચ અધિકારીઓની વિશેષ ઉપસ્થીતીમા ડીઆરયુસીસીની યોજાયેલ મીટીંગમા વાંકાનેરનાં રાજવી અને રાજયસભાનાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલા તથા જૈન શ્રેષ્ઠી અને…

 

રાજકોટ ડીવીઝન ખાતે યોજાયેલ કેન્દ્રીય રેલ્વેનાં ઉચ્ચ અધિકારીઓની વિશેષ ઉપસ્થીતીમા ડીઆરયુસીસીની યોજાયેલ મીટીંગમા વાંકાનેરનાં રાજવી અને રાજયસભાનાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલા તથા જૈન શ્રેષ્ઠી અને કેન્દ્રનાં રેલ્વે કમીટી મેમ્બર પ્રદિપભાઇ મહેતા ખાસ ઉપસ્થીત રહી યાત્રીકોની સુવીધા વધારવા વાંકાનેર જંકશન પરની સુવીધા બાબતે નીચે મુજબના સુચનો કર્યા હતા.

જેમા પ્લેટફોમ નં 3 ઉપર લીફટની સુવીધા શરુ કરવાની રજુઆત સાથેજ કામ શરુ કરવામા આવેલ કામ પુર્ણ થયે તુરત કાર્યરત થઇ જશે આ ઉપરાંત વાંકાનેર જંકશન પર વેઇટીંગ રૂમ માટે પ્રદિપભાઇ મહેતા દ્વારા રજુઆત કરવામા આવેલ જે ટુંક સમયમા અમલ થઇ જશે તેવી ખાત્રી આપેલ હતી.

આ તકે સાંસદ કેશરીદેવસિંહએ રેલમંત્રીને મુંબઇ-અમદાવાદ વંદે ભારત ટ્રેઇનને રાજકોટ સુધી લંબાવવા માટે સાંસદ દ્વારા માંગણી કરવામા આવી હતી તેનો હકારાત્મક પ્રતિસાદ મળેલ હતો આ ઉપરાંત મહેસાણા – વિરમગામ ટ્રેઇનને વાંકાનેર સુધી લંબાવવા રજુઆત કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *