જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ દિન પ્રતિદિન આગળ વધતું જાય છે. હાલ જામનગર શહેરમાં કુલ 10 એક્ટિવ પોઝિટિવ કેસ હતા, અને તમામ હોમ આઇસોલેસનમાં સારવાર હેઠળ છે. દરમિયાન આજે એક વધુ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જામનગરમાં લાલપુર બાયપાસ ચોકડી નજીકની સોસાયટીમાં રહેતી 40 વર્ષીય એક મહિલા કે જેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે.
જે રાજકોટ થી જામનગર આવ્યા બાદ તેણીને શરદી ઉધરસ અને કફની અસર જણાતા તેણીનું કોવિડ સેમ્પલ લેવાયું હતું, અને તેનો પોઝિટિવ રીપોર્ટ મળ્યો છે. જોકે તેણીને હોમ આઇશોલેશન માં રખાયા છે, જ્યારે તેમના પરિવારના જરૂૂર જણાય તો સેમ્પલો લેવાની કાર્યવાહી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. હાલ જામનગર શહેરમાં કુલ 11 પોઝિટિવ કેસ નોંધાયા છે, અને તમામ હોમ આઇસોલેશનમાં છે.
સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં કોઈ દર્દીને દાખલ કરવામાં આવ્યા નથી. તાજેતરમાં ગરીબે નવાજ સોસાયટીમાં એક જ પરિવારના બે વ્યક્તિના કોરોના પોઝિટિવ કેસ મળ્યા હતા, તેથી મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા તેમના પરિવારના બાકીના ચાર વ્યક્તિના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેના આજે નેગેટિવ રિપોર્ટ મળ્યા છે.
