રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સમક્ષ ચેમ્બરની રજૂઆત
હાલમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની મેઈન બ્રાન્ચમાં રૂા.10ના સિકકા લેવા માટે મહિનામાં માત્ર બે શનિવાર જ બપોરે 1:00 થી 1:30 સુધી વિતરણ કરવામાં આવે છે. ત્યારે વેપારીઓ બેથી ત્રણ કલાક લાઈનમાં ઉભા રહે છે અને વિતરણ શરૂ કરવામાં આવે તો સમય પુરો થઈ જતો છે. જેના કારણે વેપારીઓને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડી રહયો છે.
ગુજરાત રાજયના ઘણા શહેરોમાં રૂૂા.10ના સિકકાઓ સરળતાથી મળી રહે છે તો રાજકોટમાં આવી અછત કેમ સર્જાઈ રહી છે. આમ વેપારીઓની પડી રહી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજ્ય મલ્હોત્રા અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના લીડ બેન્ક મેનેજર કે. બિસ્વાલ સમક્ષ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની રાજકોટ શહેરની તમામ બ્રાન્ચોમાં રૂા.10ના સિકકાનું દર રોજ અને આખો દિવસ વિતરણ તાત્કાલીક શરૂ કરવા માટે ભારપુર્વક રજુઆત કરવામાં આવેલ છે. વધુમાં રૂા.10ની નોટની પણ જે અછત સર્જાઈ રહી છે તો તેનું પણ તાત્કાલીક નિરાકરણ લાવવા અનુરોધ કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.
