ભારતીય મૂળના આદિવાસીએ ભલભલાનો રેકોર્ડ તોડી નાખ્યો
ભારતીય મૂળના વૈભવ તનેજા ટેસ્લામાં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર છે. તમને જાણીને નવાઈ લાગશે કે કમાણીની બાબતમાં તેમણે ઘણા મોટા નામોને પાછળ છોડી દીધા છે. વર્ષ 2024માં વૈભવે 139 મિલિયન ડોલર (લગભગ 1,157 કરોડ રૂૂપિયા)ની કમાણી કરી હતી. 2023માં પ્રમોશન પછી વૈભવ તનેજાનો પગાર વધીને 400,000 ડોલર (3.33 કરોડ રૂૂપિયા) થયો, પરંતુ સ્ટોક ઓપ્શન્સ અને ઇક્વિટી એવોર્ડ્સને કારણે તેમના પેકેજમાં મોટો ઉછાળો આવ્યો હતો. આ બાબતમાં તેમણે માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને પાછળ છોડી દીધા હતા.
જેમણે આ સમયગાળા દરમિયાન અનુક્રમે 79.1 મિલિયન ડોલર ( 658 કરોડ રૂૂપિયા) અને 10.73 મિલિયન ડોલર (89 કરોડ રૂૂપિયા)ની કમાણી કરી હતી. ટેસ્લાના શેરના મૂલ્યમાં વધારો થવાથી ફાયદો થયો. 2023માં CFO બન્યા પછી વૈભવને તેમનું મોટાભાગનું વળતર સ્ટોકના રૂૂપમાં મળ્યું છે. વૈભવને આપવામાં આવેલા ટેસ્લાના શેરની કિંમત 2023માં 4 વર્ષના વેસ્ટિંગ પીરિયડ સાથે લગભગ 250 ડોલર ( 20,800 રૂૂપિયા) હતી. 19 મે, 2025 સુધીમાં તે વધીને 342 ડોલર ( 28,400 રૂૂપિયા) થઈ ગઈ હતી. વૈભવ તનેજાને કરવામાં આવેલ ચુકવણી કોઈપણ ઈઋઘને ચૂકવવામાં આવેલ સૌથી વધુ છે. આ સાથે તેમણે 2020માં નિકોલાના CFO દ્વારા બનાવેલા 86 મિલિયન ડોલર ( 715 કરોડ રૂૂપિયા) ના અગાઉના રેકોર્ડને પણ તોડી નાખ્યો હતો.
