ઓપરેશન સિંદૂર બાદ PM મોદી 26-27 ગુજરાતમાં, અમદાવાદમાં ભવ્ય રોડ-શો

કચ્છમાં માતાના મઠ, નલિયા એરફોર્સની મુલાકાત લેશે, ભુજમાં જાહેરસભા ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી મોદી પહેલી વાર ગુજરાત આવી રહ્યા છે. 26 અને 27 મેના રોજ…

કચ્છમાં માતાના મઠ, નલિયા એરફોર્સની મુલાકાત લેશે, ભુજમાં જાહેરસભા

ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી મોદી પહેલી વાર ગુજરાત આવી રહ્યા છે. 26 અને 27 મેના રોજ પ્રધાનમંત્રી કચ્છ અને દાહોદ જિલ્લામાં કાર્યક્રમોમાં ભાગ લેશે. કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી ભૂજ અને નલિયા એરફોર્સ સ્ટેશનની મુલાકાત લે તેવી શક્યતા છે. 26મીએ સાંજે પ્રધાનમંત્રી મોદી અમદાવાદમાં ભવ્ય રોડ શો કરશે.

26મીએ સાંજે અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ભવ્ય રોડ શોમાં ઓપરેશન સિંદૂરની ઝલક પણ જોવા મળશે. બ્રહ્મોસ મિસાઇલ સહિત દેશની બહાદુરી દર્શાવતી કટીંગ અને પ્રતિકૃતિઓ રાખવામાં આવશે. રોડ શોમાં લગભગ 50 હજાર લોકો એકઠા થશે. ઓપરેશન સિંદૂરની ભવ્યતા દર્શાવવા માટે અલગ અલગ ટેબલ ગોઠવવામાં આવશે. ઓપરેશન સિંદૂરની ભવ્ય જીત દર્શાવવા માટે રોડ શોના રૂૂટ પર બેનરો અને ટેબલ લગાવવામાં આવશે.

અમદાવાદ શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો માટે તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી તાજ સર્કલ ઇન્દિરા બ્રિજ સુધીના રસ્તા પર લોકો ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા દર્શાવતા બેનરો લઈને ઉભા રહેશે. ખાસ કરીને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર બ્રહ્મોસ મિસાઇલ દ્વારા કરવામાં આવેલા હુમલાને ધ્યાનમાં રાખીને, બ્રહ્મોસ મિસાઇલની પ્રતિકૃતિઓ અને ટેબલ સ્થાપિત કરવામાં આવશે.

પ્રધાનમંત્રી 26મી તારીખે, તેઓ કચ્છના મતના મઢ, ભુજ અને નલિયા એરફોર્સ સ્ટેશનની મુલાકાત લે તેવી શક્યતા છે. 27મી તારીખે તેઓ ભુજના મિર્ઝાપુર રોડ પર એક જાહેર સભાને સંબોધિત કરશે. 27મીએ દાહોદમાં પ્રધાનમંત્રી દ્વારા રેલવે લોકોમોટિવ એન્જિન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્લાન્ટનું ઉદ્ઘાટન 20 એપ્રિલ 2022 ના રોજ થયું હતું.

પીએમ નરેન્દ્ર મોદીના ભુજ કાર્યક્રમની જવાબદારી પ્રફુલ પાનસેરિયાને સોંપવામાં આવી છે. આ ઉપરાંત, વિનોદ ચાવડાને તમામ કાર્યક્રમોની તૈયારીઓમાં પણ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *