CM સામે ચાલુ કાર્યક્રમે બોલનાર મહિલાનું મકાન તોડવા નોટિસ

  વડોદરા હરણીકાંડમાં પુત્રી ગુમાવનાર પરિવાર ઉપર સરકારનું ત્રાટક : અન્ય 200 લોકોને પણ મકાનના પુરાવા રજૂ કરવા નોટિસ, 45 વર્ષે તંત્ર જાગ્યુ ગુજરાતી પદ્ય…

 

વડોદરા હરણીકાંડમાં પુત્રી ગુમાવનાર પરિવાર ઉપર સરકારનું ત્રાટક : અન્ય 200 લોકોને પણ મકાનના પુરાવા રજૂ કરવા નોટિસ, 45 વર્ષે તંત્ર જાગ્યુ

ગુજરાતી પદ્ય સાહિત્યમાં કવિ કલાપી જાણીતુ ખંડ કાવ્ય અનુષ્ટુપ છંદમાં રાજાનું હદય બદલાતા સંકુચિત થતાં ધરાનો રસ કસ કેવો બદલાય જાય છે તેનું મનોરમ તથા હદયસ્પર્શી વલણ થયેલું છે. તાજેતરમાં 2 મેના રોજ મુખ્યમંત્રી સમક્ષ દીકરી ગુમાવનાર માતા સરલા શિંદેએ વિરોધ રજૂ કર્યો હતો. જેના પાંચ દિવસ બાદ તેના સહિત 200 જેટલા લોકોને દબાણની નોટીસ આપવામાં આવી હતી.

નોટિસ લઈ દીકરીની તસવીર પાસે ઊભા રહી પિતાએ વ્યથા ઠાલવી આ વિસ્તારમાં રહેતા હરણી બોટકાંડની મૃતક રોશની શિંદેના પિતા પંકજ શિંદે દીકરીના ફોટો સામે નોટિસ પકડી એક તરફ દીકરીનું ગુમાવવાનું અને હવે છત ગુમાવવાનું દર્દ વ્યક્ત કરી રહ્યા છે.

આ અંગે સરલા શિંદેએ જણાવ્યું કે, મારે એટલું જ કહેવાનું છે કે આ વસાહત છેલ્લા ચાલીસ પિસ્તાળીસ વર્ષથી છે. શું 45 વર્ષથી સરકારને ખબર ન હતી કે અહીં વસાહત છે?. મુખ્યમંત્રીની રજૂઆત કર્યા બાદ કેમ ઊંઘ ખુલી ગઈ છે. અને બધાને ઘરે ઘરે જઈ કેમ નોટિસ આપવા માટે ફરી રહ્યા છે.

સરકાર મૂંગી અને બહેરી છે અને હૃદય પણ નથી વધુમાં કહ્યું કે, પહેલા તો અમને એવું લાગતું હતું કે સરકાર મૂંગી અને બહેરી છે, પરંતુ હવે તો તેવું લાગી રહ્યું છે સરકારને હૃદય પણ નથી. દોઢ વર્ષથી મારી મેં દીકરી ગુમાવી છે અને ન્યાય નથી આપતી અને અમારી હવે છત પણ છીનવી રહ્યા છે. તો આ તો કયો કાયદો છે. એમને પ્રજા માટે કશું નથી. તેઓએ વિચાર કરવો જોઈએ કે એક મા-બાપ પોતાની દીકરી ગુમાવીને આવી રીતે રહ્યા છે અને હવે છત પણ છીનવી રહ્યા છો.

તેઓ અમારું મકાન તોડશે, કેમ કે સત્તાનું અભિમાન છે આ બધા વર્તનની લોકોને પણ ખબર પડી ગઈ છે કે સરકારમાં રજૂઆત કરવા ગઈ હતી, તેને મકાન તોડવાની નોટિસ આપવામાં આવે છે. દોઢ વર્ષ સુધી અમને સરકાર પર ભરોસો હતો. પરંતુ હવે અમને ભરોસો નથી. તેઓ અમારું મકાન તોડશે કેમ કે સત્તાનું અભિમાન છે. રોજ કમાઈને રોજ ખાવા વાળા લોકો છીએ. અહીં 200 જેટલા પરિવારો છે, આ લોકોની છત જશે તો તેઓ ક્યાં જશે?. તમે અમને વૈકલ્પિક વ્યવસ્થા આપો પછી મકાનો તોડજો અમે મકાન તોડવામાં મદદ કરીશું.
હરણીકાંડમાં એક દિકરી ગુમાવનાર માતાની રજૂઆત બાદ જો ખરેખર કોઈ દ્વેશને હિસો નોટીસ આપવામાં આવી હોય તો કલાપિની ઉપરોક્ત કાવ્યપંકતી ખરેખર યથાર્થ ઠરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *