અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના બે આરોપીની સજા સ્થગિત કરવાની અરજી ફગાવતી હાઈકોર્ટ

અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં અમદાવાદ હોર્ટે 56 લોકોનો ભોગ લેનાર 49 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતાં. મૃત્યુદંડની સજા પામેલા બે આરોપીએ સજા સ્થગિત કરવા કરેલી…

અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં અમદાવાદ હોર્ટે 56 લોકોનો ભોગ લેનાર 49 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતાં. મૃત્યુદંડની સજા પામેલા બે આરોપીએ સજા સ્થગિત કરવા કરેલી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. અમદાવાદમાં વર્ષ 2008માં 23 જાહેર જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં સરકારી હોસ્પિટલોમાં પણ બ્લાસ્ટનો સમાવેશ થતો હતો. સુરતમાં 29 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટનું આયોજન હતું. અમદાવાદમાં થયેલા સિરીયલ બોમ્બ બ્લાસ્ટમાં 56 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે 240 લોકો ઘાયલ થયા હતા. જે સંદર્ભે 20 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી.

સુરતમાં 15 ફરિયાદ નોંધવામાં આવી હતી. અમદાવાદના કેસમાં 20 જેટલી મુખ્ય ચાર્જશીટ અને સુરતના કેસમાં 15 જેટલી મુખ્ય ચાર્જશીટ ટ્રાયલ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા આરોપીઓ ઉપર ઇન્ડિયન પીનલ કોડ, એક્સપ્લોઝીવ સબસ્ટન્સ એક્ટ, આર્મ્સ એક્ટ, સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. વર્ષ 2022 માં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે આ કેસમાં ચુકાદો આપતા 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જ્યારે 28 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. અરજદાર રફી ઉદ્દીન કાપડિયાના ભાઈ કયામુદીન કાપડિયાને સેશન્સ કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી છે. મૃત્યુદંડની સજા પામેલા દોષિતોની સજાના ક્ધફર્મેશનની સરકારની અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે.

અરજદાર રફી ઉદ્દીન પોતાના ભાઈ કયામુદ્દિન બોમ્બ બ્લાસ્ટ પહેલાના પ્લાનિંગ અંતર્ગત હાલોલના જંગલોમાં આતંકી કેમ્પમાં ટ્રેનિંગ લેવા માટે ગયો હતો. આરોપીની સજા સ્થગિત કરવાની અરજી હાઇકોર્ટે ફગાવી આરોપી અહમદબાવાને પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી કારાવાસની સજા ફટકારવામાં આવેલી છે. આ સજાને સસ્પેન્ડ કરવા તેને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજી કરનારા બંને આરોપી 16 વર્ષથી જેલમાં છે. આ કેસમાં એક ત્રીજા આરોપીની પણ સજા સ્થગિત કરવાની અરજી હાઇકોર્ટે ફગાવી છે, પરંતુ તેનો વિગતવાર ઓર્ડર બાકી છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે ક્ધફર્મેશન કેસ અને આરોપીઓની અપીલમાં ડેઇલી સુનવણી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *