VIDEO: કેનેડામાંથી 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવાની માંગ, ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુ વિરોધી પરેડ કાઢી

  ફરી એકવાર કેનેડામાં હિન્દુઓને નિશાન બનાવવાનો મામલો સામે આવ્યો છે. ટોરોન્ટોમાં હિન્દુ વિરોધી પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. કેનેડાના ખાલિસ્તાનીઓએ કેનેડામાં વસતાં આઠ લાખ…

 

ફરી એકવાર કેનેડામાં હિન્દુઓને નિશાન બનાવવાનો મામલો સામે આવ્યો છે. ટોરોન્ટોમાં હિન્દુ વિરોધી પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. કેનેડાના ખાલિસ્તાનીઓએ કેનેડામાં વસતાં આઠ લાખ હિન્દુઓને હાંકી કાઢવાની માગ સાથે પરેડ યોજી હતી.આ પરેડથી સ્થાયી હિન્દુઓમાં ભયનો માહોલ સર્જાયો છે. કેનેડામાં તાજેતરમાં ચૂંટણીઓ યોજાઈ હતી અને માર્ક કાર્ને ફરીથી વિજય સાથે વડા પ્રધાન પદ સંભાળ્યું છે.

હકીકતમાં, કેનેડિયન પત્રકાર બોર્ડમેને X પર એક પોસ્ટ શેર કરી છે. તેની સાથે એક વીડિયો પણ જોડાયેલ છે. આ વીડિયોમાં કથિત રીતે ટોરોન્ટોના માલ્ટનમાં ગુરુદ્વારામાં હિન્દુ વિરોધી પરેડ જોવા મળી રહી છે. બોર્ડમેને પોસ્ટમાં કેનેડિયન વડા પ્રધાન માર્ક કાર્નેની સરકારને એક પ્રશ્ન પણ પૂછ્યો છે. તેમણે લખ્યું છે કે, શું તેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની જેમ ખાલિસ્તાનીઓ પ્રત્યે નરમ વલણ અપનાવશે કે કડક રહેશે?

https://x.com/DanielBordmanOG/status/1919167893066985741

પત્રકારે ખાલિસ્તાની સમર્થકો વિશે પ્રશ્નો ઉઠાવ્યા

પત્રકાર બોર્ડમેને X પર લખ્યું, “આપણા રસ્તાઓ પર વિનાશ મચાવનારા જેહાદીઓએ સામાજિક માળખાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે અને તેઓ દરેક યહૂદીને ધમકી આપી રહ્યા છે, પરંતુ ખાલિસ્તાનીઓ તેમને સમાજ માટે સૌથી ઘૃણાસ્પદ વિદેશી ભંડોળ પૂરું પાડતા ખતરા તરીકે સખત સ્પર્ધા આપી રહ્યા છે. શું માર્ક કાર્નીનું કેનેડા જસ્ટિન ટ્રુડોના કેનેડાથી અલગ હશે?”

મલટન ગુરૂદ્વારામાં ખાલિસ્તાની જૂથ (K-Gang) દ્વારા આઠ લાખ હિન્દુઓને હિન્દુસ્તાન મોકલવાની માગ થઈ છે. આ હિન્દુઓ ત્રિનિદાદ, ગુયાના, સૂરીનામ, જમૈકા, સાઉથ આફ્રિકા, નેધરલેન્ડ્સ, મલેશિયા, શ્રીલંકા, સિંગાપોર, કેન્યા સહિત અન્ય દેશોમાં પણ વસે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *