ડીઆઈ પાઈપલાઈન નાખવામાં 31 લાખના રોડ-રસ્તા તોડી નખાયા

મનપાની સ્ટેન્ડિંગમાં ફક્ત 6 વોર્ડના રોડ રિકાર્પેટ માટેની રૂા. 31.31 કરોડની દરખાસ્તને મંજૂરી સર્વેશ્ર્વર વોંકળાનો વધારાનો ચાર કરોડનો ખર્ચ નામંજૂર કર્યા બાદ ફક્ત 77 લાખમાં…

મનપાની સ્ટેન્ડિંગમાં ફક્ત 6 વોર્ડના રોડ રિકાર્પેટ માટેની રૂા. 31.31 કરોડની દરખાસ્તને મંજૂરી

સર્વેશ્ર્વર વોંકળાનો વધારાનો ચાર કરોડનો ખર્ચ નામંજૂર કર્યા બાદ ફક્ત 77 લાખમાં કામ આપી પ્રજાના પૈસા બચાવતા સ્ટેન્ડિંગ ચેરમેન

મહનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક આજરોજ મળેલ કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ તમામ 32 દરખાસ્તને મંજુરી આપવામાં આવી હતી. જે પૈકી દક્ષિણ ઝોનલ કચેરી અને કોર્ટ સંકુલની દરખાસ્ત મુખ્યત્વે હતી. તેવી જ રીતે શહેરભરમાં ચાલી રહેલ ડીઆઈપાઈપલાઈન નાખવાની કામગીરી દરમિયાન તોડવામાં આવેલા રોડ-રસ્તાનું રિકાર્પેટ કરવા માટેનો રૂા. 31.31 કરોડનું જંગી ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. જેમાં વોર્ડ નં. 13 અને વોર્ડ નં. 7માં રૂા. 14થી 18 કરોડનો ખર્ચ તુટેલા રોડ-રસ્તા રિપેર કરવામાં થઈ જશે.

મનપાની સ્ટેન્ડીંગ કમિટીનીબેઠકમાં આજે 32 દરખાસ્ત મંજુર કરી રૂા. 1,17,29,56,128 ખર્ચને બહાલી આપવામાં આવી હતી. આજની દરખાસ્ત પૈકી ડીઆઈ પાઈપલાઈન નાખવાની કામગીરી દરમિયાન શહેરભરના રોડ રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા છે. જેપૈકી વોર્ડ નં. 2,3,7,13,14 અને 17ના વિસ્તારોમાં ડામર કાર્પેટ અને રિકાર્પેટ કરવાનો રૂા. 31.31 કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્ય છે. અન્ય દરખાસ્તોમાં કોઠારિયા રોડ ઉપર નવી દક્ષિણ ઝોનલ ઓફિસ તેમજ પારડી રોડ ઉપર સ્પોર્ટસ સંકુલ તથા વોટરવર્કશ ડીઆઈ પાઈપલાઈન, સ્ટ્રોમ વોટર, કેમીકલ ખરીદી, આઈટી વિભાગ, રમત ગમત, વોકળા કામ, ડ્રેનેજ, લાઈટીંગ, આવાસ યોજના અને લીગલ ઈન્ટર્ન ભરતી સહિતની દરખાસ્ત મંજુર કરી રૂા. 117 કરોડના ખર્ચને બહાલી આપવામા ંઆવી હતી.

સ્ટેન્ડીંગ કમિટિમાં સર્વેશ્ર્વર ચોકમાં હયાત વોકળો ડાયવર્ટ કરી નવુ બોક્સ કલવર્ટ બનાવવાના કામ અંતર્ગત વધારાના કામ માટે રૂા. 4 કરોડની માંગણી કરવામાં આવેલ જેની દરખાસ્ત ગતસ્ટેન્ડીંગમાં નામંજુર કરી રિટેન્ડર કરવામાં આવેલ જેની દરખાસ્ત ફરી આવતા હવે ફક્ત રૂા. 1.77 કરોડના વધારાના ખર્ચને મંજુરી આપવામાં આવી છે. જેના લીધે પ્રજાના ત્રણ કરોડથી વધુ રૂપિયાનો બચાવ થયો હોવાનું સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું.

ગુજરાત સ્થાપના દિવસના તમામ કાર્યક્રમો રદ
આગામી તા. 1 મે ના રોજ ગુજરાત સ્થાપના દિન નિમિતે મહાનગરપાલિકા દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજનકરવામાં આવતું હોય છે. આ વખતે પણ જૂના ગીતોની મ્યુઝીકલ નાઈટ યોજવાનું નક્કી કરવામાં આવેલ જેની સત્તાવાર જાહેરાત બાકી હતી. જ્યારે પહેલગામમાં આતંકી હુમલોથતાં નિર્દોષ પ્રવાસીઓના મોત નિપજતા મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરી કોર્પોરેશને સંવેદના દાખવી 1 મે ના રોજ યોજાનાર તમામ કાર્યક્રમો રદ કર્યાનું જાણવા મળેલ છે.

લીગલ ઈટર્નને 1 લાખ પગાર આપવા તંત્ર મજબૂર
મહાનગરપાલિકાની લીગલ શાખામાં લીગલ ઈટર્નની ત્રણ પોસ્ટ ભરવા માટે અને તેમને પગાર 1 લાખ રૂપિયા આપવાની દરખાસ્ત ગત સ્ટેન્ડીંગમાં રજૂ કરવામાં આવેલ પરંતુ ફક્ત માર્ગદર્શન માટે ત્રણ ઈન્ટર્નને દર માસે રૂા. 3 લાખ વધારે કેવાય તેમ જણાવી દરખાસ્ત ચર્ચા કરવા માટે પરત મોકલવામાં આવેલ જે દરખાસ્ત આજનીસ્ટેન્ડીમાં આવતા એક લાખનો પગાર આપવાનું મંજુર કરવામાં આવ્યું છે. અને આ મુદ્દે ચેરમેને જણાવેલ કે, સુપ્રીમ કોર્ટ કે તથા હાઈકોર્ટની પેનલોને માર્ગદર્શન આપવા માટે ઈન્ટર્ન રાખવાની જોગવાઈ હોય અંતે ત્રણ ઈર્ન્ટનની નિમણુંક કરવાની દરખાસ્તને મંજુરી આપવામાં આવી છે.

પહેલગામ અને સિટી બસ અકસ્માતના મૃતકોને મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ
મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં સંકલન અને સ્ટેન્ડીંગ માટે ઉપસ્થિત રહેલા અધિકારીઓ તેમજ સ્ટેન્ડીંગના સભ્યોએ સંકલન શરૂ થાય તે પહેલા પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા અને સીટીબસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ સદગતોને મૌન પાળી શ્રદ્ધાંજલી પાઠવી હતી.

ખર્ચની વિગત
રસ્તા કામ 31.31 કરોડ
વોટર વર્કસ 1.88 કરોડ
ડીઆઈ પાઈપલાઈન 51.60 લાખ
સ્ટોમ વોટર ડ્રેઈન 74.97 લાખ
બોક્સ કલવર્ટ 1.77 કરોડ
કેમીકલ ખરીદી 16.60 લાખ
આઈટી વિભાગ 2.36 લાખ
સ્પોર્ટ્સ સંકુલ 26.72 કરોડ
વોકળા કામ 77 લાખ
ડ્રેનેજ 1.41 કરોડ
ઝોનલ ઓફસ 33.14 કરોડ
લીગલ ઈન્ટર્ન 36 લાખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *