ટાઇટનના શોરૂમમાં ચોરી કરનાર ટોળકી છેલ્લે ગ્રીનલેન્ડ ચોકડીએ દેખાઇ

તસ્કરો ઘડિયાળના જાણકાર, 700થી વધુ ઘડિયાળ ચોરી થતા બચી ગઇ: ચોરી કર્યા બાદ પાંચેય તસ્કરો ત્રિકોણબાગથી ભાડે રિક્ષા કરી ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યા હતા રાજકોટ શહેરની…

તસ્કરો ઘડિયાળના જાણકાર, 700થી વધુ ઘડિયાળ ચોરી થતા બચી ગઇ: ચોરી કર્યા બાદ પાંચેય તસ્કરો ત્રિકોણબાગથી ભાડે રિક્ષા કરી ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યા હતા

રાજકોટ શહેરની મધ્યમાં આવેલ એ ડીવીઝન પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે આવેલ ઘડિયાળના શોરૂૂમમાં વહેલી સવારે શટર જેક ભરાવી ઉચું કરી ત્રાટકેલા તસ્કરો 66,83,150 રૂૂપિયાની 102 કીમતી ઘડિયાળ અને 4 લાખની રોકડ સહીત 70,83,150 રૂૂપિયાની મતા ચોરી નાસી જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે પોલીસે સીસીટીવી ચેક કરતા સવારે 4:48 વાગ્યે એક તસ્કર અંદર ઘૂસતો હોય તેવું તથા ચારેક તસ્કરો બહાર વોચ રાખીને ઉભા હોય તેવું જોવા મળતા પોલીસે અન્ય સીસીટીવી ચેક કરતા તસ્કરો છેલ્લે ગ્રીનલેન્ડ ચોકડી દેખાયા હતા અને ત્યાંથી કોઈ વાહન પકડી રાજકોટથી બીજા શહેરમાં રવાના થઈ ગયા હતા.

વધુ વિગતો મુજબ,ન્યુ જાગનાથ પ્લોટમાં રહેતા અને ત્રિકોણ બાગ ચોક પાસે રાધિકા નામે થડિયાળનો શોરૂૂમ માઈ ધરાવતા રવિભાઈ ભુપેન્દ્રભાઈ છોટાઈ નામના વેપારીએ ચોરી અંગે એ ડીવીઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,35 વર્ષથી ધંધો કરે છે શોરૂૂમમાં નવ કર્મચારી નોકરી કરે છે એક મહિલા પરફ્યુમની જાહેરાત માટે આવે છે ગત રાત્રે મારે બહાર જવાનું હોવાથી સ્ટાફને કહીને જતો રહ્યો હતો કર્મચારી જીતેન્દ્રભાઈ રાત્રે નવેક વાગ્યે શોરૂૂમ બંધ કરી ચાવી પિતાને ઘરે આપી આવ્યા હતા સવારે હું કાલાવડ રોડ પર હેલ્થ ચેકઅપ માટે ગયો હતો ત્યારે જીતેન્દ્રભાઈએ ફોન કરી શોરૂૂમ ખોલતા ડિસ્પ્લેમાં રાખેલી ઘડિયાળો અને કેસ ગાયબ છે તેમ કહેતા મેં આવીને જોતા ડિસ્પ્લેમાં રાખેલી અલગ અલગ કંપનીની 66,83,150 રૂૂપિયાની 102 ઘડિયાળ તથા કાઉન્ટરમાં રાખેલ 4 લાખ રોકડ સહિત 70,83,150 રૂૂપિયાનો મુદામાલ ચોરી થઈ ગયો હોવાનું જાણવા મળતા કંટ્રોલમાં ફોન કરતા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા અને ડોગ સ્કવોડ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

પોલીસે સીસીટીવી ચેક કરતા વહેલી સવારે 4:48 વાગ્યે પાંચેક તસ્કરો આવતા હોવાનું અને શટર ઊંચું કરી એક પાતળો એવો શખ્સ નીચેથી અંદર ઘૂસી અંદાજે 23 મિનીટ સુધી શોરૂૂમમાં રહી ચોરી કરતો હોવાનું જયારે અન્ય ચારેક શખ્સો બહાર વોચ રાખીને ઉભા હોય તેવું દ્રશ્યમાન થયું હતું.આ ચોરીની ઘટનામાં 700 જેટલી મોંઘી ઘડિયાળ ચોરી થતા બચી ગઈ હતી અને એવું પણ જાણવા મળ્યું કે આરોપીઓ ઘડિયાળના જાણકાર હતા.પીઆઈ બારોટે જણાવ્યું હતું કે,સીસીટીવીમાં એવુ પણ દેખાયું કે બે ગ્રુપમાં પાંચ તસ્કરો આવી ચોરી કર્યા બાદ પાંચેય તસ્કરો ત્રિકોણ બાગ તરફથી પગપાળા આવી તે તરફ જ ગયા હતા.બાદમાં ત્રિકોણ બાગથી રિક્ષા બાંધી ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યા હતા. જયાંથી બીજા કોઈ વાહનમાં બેસી ભાગી ગયાની શકયતા પોલીસે દર્શાવી સીસીટીવી ફુટેજના આધારે તપાસનો દોર આગળ ધપાવ્યો છે.

પાંચમાંથી એક તસ્કર જેકથી શટર ઉચકાવી અંદર પ્રવેશ્યો હતો
ટાઈટનના શો રૂૂમમાં ચોરી કરનાર પાંચ શખ્સોની તસ્કર ટોળકી ત્રિકોણ બાગ તરફથી આવી હતી અને શોરૂૂમ પાસે આંટા ફેરા કર્યા બાદ તસ્કર તેની પાસે રહેલા જેક વડે શટર ઊંચકી અને એક તસ્કર અંદર જાય છે અને બાકીના ચાર બહાર ઉભા રહી છે.ચોરી કર્યા બાદ તસ્કર બહાર તેના સાથીઓને સમાન આપવા જતા શટર પડી જાય છે અને બહાર ઉભેલા એક તસ્કર ફરી જેકનો ઉપયોગ કરી શોરૂૂમ અંદર ફસાયેલા તસ્કરને બહાર કાઢી અને બાદમાં પાંચેય ત્યાંથી ભાગી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *