તંત્ર જાગ્યું: 93 અધિકારીઓની ટીમને 124 સિટી બસની જવાબદારી

આઉટ સોર્સિંગથી ચાલતી તમામ સેવાઓ માટે નવા નિયમોની અમલવારી શરૂ, સિટી બસને લગતી ફરિયાદ 155304 નંબર પર કરવા લોકોને અપીલ બસની ઓવરસ્પીડ, સિગ્નલ, બસસ્ટોપ, રોંગ…

આઉટ સોર્સિંગથી ચાલતી તમામ સેવાઓ માટે નવા નિયમોની અમલવારી શરૂ, સિટી બસને લગતી ફરિયાદ 155304 નંબર પર કરવા લોકોને અપીલ

બસની ઓવરસ્પીડ, સિગ્નલ, બસસ્ટોપ, રોંગ સાઈડ ડ્રાઈવીંગ તેમજ ટાઈમટેબલ સહિતનું મોનીટરીંગ શરૂ

ઈન્દિરા સર્કલ સીટીબસ દૂર્ઘટના બાદ મહાનગરપાલિકાએ આઉટ સોર્સિંગથી ચાલતી તમામ સેવાઓ માટે નવા નિયમો બનાવી અમલવારી શરૂ કરાવી છે. તેવી જ રીતે સીટીબસની સ્પીડ બસસ્ટોપ, સિગ્નલ, રોંગ સાઈડ ડ્રઈવીંગ, ટાઈમટેબલ સહિતનું રોજે રોજનું મોનીટરીંગ શરૂ કરવામાં આવ્યું છે. અને હવે એક અધિકારીના બદલે અલગ અલગ રૂટ વાઈઝ 124 બસની 93 અધિકારીઓની ટીમ બનાવી વધારાની જવાબદારી સોંપી રોજે રોજનો સીટીબસનો રિપોર્ટ રજૂકરવાની સુચના આપવામાં આવી છે.

રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. આ હેઠળ કુલ 80 રૂૂટ પર 100 CNG તથા 124 ઇલે. એમ કુલ 224 બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. હાલ થયેલ દુર્ઘટનાને ધ્યાને લેતાં, અત્રેના ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) જ્યાં શહેરમાં ઇનસ્ટોલ તમામ કેમેરાનું લાઇવ સ્ટ્રીમીંગ તેમજ મોનીટેરીંગ થાય છે ત્યાં અલગથી મેનપાવર રાખી શહેરમાં ચાલતી સીટી બસ સલામત રીતે વહન થાય તેનું મોનીટરીંગ કરવામાં આવશે.

સિટી બસ અને ઇછઝજ બસ સેવાના સંચાલનના સુદ્રઢ મોનિટરિંગ માટે ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ખાતે પ્રતિ શિફ્ટ બે (2) વ્યક્તિ લેખે કૂલ 4 કર્મચારી મુકવામાં આવશે. આ કર્મચારી દ્વારા બસના ઓવર સ્પીડ, મીસ-બસ સ્ટોપ, સીગ્નલ બ્રીચ, રોંગ સાઇડ ડ્રાઇવીંગ તેમજ બસ તેના ટાઇમ ટેબલ પ્રમાણે ચાલે છે કે નહિ તેનું મોનીટરીંગ કરશે. જો કોઇ વાહન આ ઉપર જણાવેલ કોઇ નિયમ ઉલ્લંઘન કરતુ જણાય તો તાત્કાલિક બસ સંચાલક અને જનરલ મેનેજર (આર.આર.એલ.) ને જાણ કરશે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી.(જઙટ) દ્વારા કરવામાં આવી રહેલ છે. આ હેઠળ કુલ 80 રૂૂટ પર 100 CNG તથા 124 ઇલેક્ટ્રિક એમ, કુલ-224 બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે.

આ બાબતે વધુમાં જણાવવાનું કે, નાગરિકોને સીટી બસ તેમજ BRTS બસ સેવા ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ વાહન જોખમકારક રીતે કે અકસ્માત સર્જે તે રીતે ચાલતું જણાય અથવા નિયમભંગ કરતું જણાય તો કોલ સેન્ટર નંબર 155304 પર આ અંગેની ફરિયાદ નોંધાવી શકાશે. તેમજ આ બાબતે જાણકારી અંગેના સ્ટીકર તમામ બસમાં અંદર તેમજ બહારની તરફ લોકો વાંચી શકે તે રીતે લગાવવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.

દૂર્ઘટનાઓ ટાળવા મનપાએ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટિની કરી રચના
તા. 16/04/2025 ના રોજ ઇન્દિરા સર્કલ પાસેના ટ્રાફિક જંકશન પાસે સિટી બસ દ્વારા સર્જાયેલ દુ:ખદ અકસ્માતને ગંભીરતાથી ધ્યાને લઈ અકસ્માતના કારણોની વિગતવાર તપાસ કરવા અને તેના તારણોના આધારે ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટનાઓ ટાળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી” ની રચના કરવામાં આવે છે. અકસ્માતને લગત આનુષંગિક તમામ ટેકનિકલ, કાયદાકીય,પાસાઓને આવરી લઇ અકસ્માતનું કારણ અને તેને આનુષંગિક જવાબદારી અંગેનો પ્રાથમિક અહેવાલ 1 મહિનામાં રજૂ કરશે ભવિષ્યમાં લેવા માટે જરૂૂરી સુધારાત્મક કમિટિના પગલાં સહિતનો વિસ્તૃત અહેવાલ 3 મહિનામાં રજૂ કરશે.

કમિટિના સદસ્યો :-
1. નાયબ કમિશનર, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા (અધ્યક્ષ)
2. જનરલ મેનેજર, રાજકોટ રાજપથ લી. (સહ-અધ્યક્ષ)
3. મેનેજર, આર.આર.એલ. (સભ્ય સચિવ)
4. સીટી એન્જીનીયર, રોશની શાખા (સભ્ય)
5. સીટી એન્જીનીયર, મીકેનીકલ વર્કશોપ શાખા (સભ્ય)
6. એ.સી.પી.વેસ્ટ, રાજકોટ શહેર પોલીસ વિભાગ (સભ્ય)
7. આર.ટી.ઓ. ઓફિસર, રાજકોટ આર.ટી.ઓ. વિભાગ (સભ્ય)
8. ટેકનિકલ એક્સપર્ટ, સેપ્ટ યુનિવર્સિટી (સભ્ય)
9. ટેકનિકલ એક્સપર્ટ, (સભ્ય)
10. ટેકનિકલ એક્સપર્ટ, મિકેનિકલ વિભાગ, (સભ્ય)
11. ટેકનિકલ એક્સપર્ટ, (સભ્ય)

મનપા હસ્તકના તમામ વાહનો માટે નવા નિયમો
રાજકોટ મહાનગરપાલિકાની તમામ શાખાને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ એક પરીપત્રથી સૂચિત કરેલ છે કે તેઓના વિભાગ હસ્તકના RMCની માલિકીના તેમજ કોન્ટ્રાક્ટ હેઠળના વાહનો તેમજ આઉટસોર્સિંગ સહિત RMCને સેવા આપતા તમામ વાહનો માટે નીચે મુજબની વિગતે સુધારાત્મક પગલાઓનું પાલન કરવાનું રહેશે. એજન્સી મારફત (RMCની માલિકીના વાહનોમાં લગત શાખા દ્વારા) કાર્યરત વાહનોની યોગ્ય ચકાસણી કરી RTO/માન્ય સંસ્થાઓ દ્વારા ફીટનેસ સર્ટીફીકેટ દર વર્ષે 1 એપ્રિલ થી 30 એપ્રિલ વચ્ચે મેળવવાના રહેશે. ભારે વાહનો માટેના ફરજ પરના ડ્રાઇવરોની વય મર્યાદા 25 થી 58 વર્ષ રહેશે તેમજ તેની પાસે ઓછામાં ઓછું 2 વર્ષ જૂનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂૂરી છે તથા અન્ય વાહનો માટે નિયમાનુસાર નિયત અનુભવ હોય તેને જ ફરજ પર રાખવાનાં રહેશે. ડ્રાઈવરો/વાહનો/વાહનો થકી છખઈ ને સેવા પૂરી પાડતી એજન્સી પાસેથી બિલની સાથે નીચે મુજબની બાબતોએ સોગંદનામું લેવાનું રહેશે. 1. ફરજ પરના તમામ ડ્રાઈવરો ફિઝિકલી ફિટ છે અને તેમની પાસે વેલીડ લાઇસન્સ છે. 2. ડ્રાઈવરો પાસેથી નિયત કામના કલાકો (08) થી વધુ કામ લેવામાં આવતું નથી તેમજ સમયાંતરે રેસ્ટ આપવામાં આવે છે.

વિશ્ર્વમ એજન્સીને ડ્રાઈવરનું ફિટનેસ રજૂ કરવા નોટિસ
વિશ્વમ સિટી બસ ઓપરેશન પ્રા. લી. દ્વારા સીટી બસ ઓપરેશન અંતર્ગત સપ્લાય કરવામાં આવતી ઈલે. બસ દ્વારા ગત તા.16/04/2025ના રોજ રાજકોટ શહેરના ઈન્દીરા સર્કલ ખાતે થયેલ ગમખ્વાર અકસ્માતમાં કુલ 4 (ચાર) નાગરિકોના અવસાન થયેલ તથા અન્ય 4 (ચાર) નાગરિકો ગંભીરપ્રકારે ઈજાગ્રસ્ત થયેલ. ઈન્દીરા સર્કલ ખાતે કરાયેલ અકસ્માતની ગંભીરતાને ધ્યાને લઈ ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તથા રાજકોટ શહેરના નાગરિકોની જાન-માલની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી સાવચેતીના પગલાના ભાગરૂૂપે તમોની હાલમાં કાર્યરત તમામ ઈલે. બસના ફીટનેસ સટીફીકેટ તથા તમોના હાલમાં કાર્યરત ડ્રાઈવરોના ફીઝીકલ ફીટનેસ સર્ટીફીકેટ દિવસ-3 માં અત્રેને બીનચૂક રજુ કરવા અંગે નોટિસ આપવામાં આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *