રામાપીર ચોકડીએ લુખ્ખાગીરી : આરોપીએ પેટ્રોલ પૂરાવી ફિલર મેનને માથામાં ઢાંકણું માર્યુ

બે શખ્સો 210નું પેટ્રોલ પુરાવી ભાગી જતાં પોલીસે ગુનો નોંધી શોધખોળ કરી રામાપીર ચોકડીએ આવેલા ઓમ પેટ્રોલ પંપ ખાતે રાતે ટુવ્હીલરમાં પેટ્રોલ પુરાવવા આવેલા બે…

બે શખ્સો 210નું પેટ્રોલ પુરાવી ભાગી જતાં પોલીસે ગુનો નોંધી શોધખોળ કરી

રામાપીર ચોકડીએ આવેલા ઓમ પેટ્રોલ પંપ ખાતે રાતે ટુવ્હીલરમાં પેટ્રોલ પુરાવવા આવેલા બે શખ્સ ફિલરમેન સાથે ઝઘડો કરી માથામાં પેટ્રોલ ટાંકીનું ઢાંકણું ફટકારી તારે પૈસા જોઇએ છે? મારુ નામ રવિ ટોયટા, મારી પાસે પૈસા માંગવા નહિ. નહિતર મારી નાખીશ તેવી ધમકી આપી તેમજ ગાળો દઇ પૈસા આપ્યા વગર ભાગી જતા તપાસ શરૂૂ થઇ છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ગાંધીગ્રામ 150 રીગ રોડ પર રામાપીર ચોકડી પાસે આવેલા ઓમ એપટ્રોલ પંપમાં ઓફિસમાં જ રહેતા અને ફીલરમેન તરીકે નોકરી કરતાં મુળ પ્રભાસપાટણના વતની શુભમ પ્રતિમકુમાર ત્રિવેદી (ઉ.વ.27)ની ફરિયાદ પરથી રવિ ટોયટા અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. શુભમ ત્રિવેદીએ જણાવ્યું હતું કે હું છેલ્લા બે વર્ષથી ઓમ પેટ્રોલ પંપ ખાતે નોકરી કરી ત્યાં જ રહું છું. રાતે સવા બે વાગ્યે હું પંપ ખાતે નાઇટ ડયુટીમાં હતો ત્યારે મારી સાથે બીજા કર્મચારી મનોજભાઈ ભીખાભાઈ તન્ના પણ હતાં. આ વખતે બે શખ્સ એક્સેસ લઇને આવ્યા હતાઉ જેમાં એક શરીરે જાડો હતો અને સફેદ ટીશર્ટ તથા નાઇટ પેન્ટ પહેરેલુ હતું તે વાહન ચલાવતો હતો. તેણે મારી પાસે એક્સેસ ઉભુ રાખી મને કહેલુ કે-રૂૂા. 210નું પેટ્રોલ પુરી દે. જેથી મે નોઝલ લઈ પેટ્રોલ પુરવા જતા ટુવ્હીલરનું પેટ્રોલ ટાંકીનું ઢાંકણુ ટાઇટ હોઇ તેના ચાલકને ખોલવાનું કહેતાં તેણે ઢાંકણું ખોલી તેના હાથમાં રાખ્યું હતું.

હું પેટ્રોલ પુરી રહ્યો હતો ત્યારે આ શખ્સે મારા માથા પાછળ ઢાંકણું માર્યુ હતું અને પેટ્રોલ પુરાઈ જતાં મને કહેલુ કે તારે-પેટ્રોલના રૂૂપિયા જોઇએ છે, જેથી મને માથામાં લાગ્યું હોઇ હું કંઇ બોલ્યો નહોતો. જતાં જતાં મને આ બંનેએ ગાળો દીધી હતી. તેમજ ચાલક શખ્સે મારુ નામ રવિ ટોયટા છે. મારી પાસે પૈસા માંગવા નહિ. નહિતર મારી નાંખીશ તેમ કહી ધમકી આપી હતી અને બંને પૈસા આપ્યા વગર જતાં રહ્યા હતાં.

બાદમાં મેં આ બનાવની જાણ સીએનજી વિભાગના મનોજભાઈને કરતાં તેણે 108 બોલાવતાં મને હોસ્પિટલે લઇ ગયા હતાં. સ્ટાફના મિત્ર સુનિલભાઇ મહેતા આવી જતા મેં તેને બનાવની જાણ કરી હતી.પ્રાથમિક સારવાર બાદ મને રજા અપાતા હું ફરી પેટ્રોલ પંપે નોકરી પર હાજર થઇ ગયો હતો. બાદમાં પોલીસને જાણ કરી હતી. ટુવ્હીલર પર આવેલા શખ્સોએ કારણ વગર જ મને માથામાં ઢાંકણુ મારી ગાળો દઇ પેટ્રોલ પુરાવી ધમકી આપી પૈસા આપ્યા વગર નીકળી ગયા હતાં. તેમ વધુમાં શુભમે જણાવતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. એલ. બાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *