બગસરા પીજીવીસીએલ દ્વારા સ્વામી વિવેકાનંદ સોસાયટી શેરી નં6 માં ગઈ રાતથી લાઈટ કાપ થતા રહેવાસીઓ દ્વારા ફોન કરી જાણ કરેલ ાલદભહ ના કર્મચારી ના કર્મચારી દ્વારા ફોલ્ટ છે તેમ કહી 19 કલાક સુધી લાઈટ કાપી ત્યાંના રહેવાસીઓને નાના નાના ભૂલકાઓ 19 કલાક સુધી લાઇટ બંધ કરી લોકોને માનસિક તેમજ બફાર માં રહી હેરાન થવું પડ્યું હતું પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર મહિડા ને ફોનથી પણ ત્યાંના રહેવાસીઓ દ્વારા કહેવામાં આવેલ તેણે થઈ જશે તેમ કરી 19 કલાક લાઈટ કાપી લોકોને હેરાન કર્યા હતા સરકાર દ્વારા લુ માટે ઠંડક બાબતે અનેક જાહેરાતો કરવામાં આવે છે ત્યારે હાલ ગરમીનો માહોલ હોય અને નાના નાના ભૂલકાઓને પણ રહેવું બહુ મુશ્કેલ પડે છે ત્યારે પીજીવીસીએલની આ હેરાનગતિની હિસાબે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
હાલ એ વિસ્તારમાં 19 કલાક પછી લાઈટ આવી તો ખરી પરંતુ ડીમ પાવર હોવાને કારણે ત્યાંના રહેવાસીઓને બફારા માંજ રહેવું પડ્યું છે હજુ તેનો પ્રશ્ન સોલ્વ થયેલ ન હતો અને ડીમ હોલ્ટેજ ના કારણે લોકોના પંખા લાઈટ પણ બરોબર ચાલુ થયેલ ના હોવાને કારણે પીજીવીસીએલ હેરાનગતિએ માઝા મૂકી છે પીજીવીસીએલ માં છેલ્લા બે વર્ષથી લોકોને લાઈટ ના અનેક પ્રશ્નો થી ત્રાહિમામ કરી ગયા છે બગસરા મા અનેક સંસ્થાઓ હોવાના કારણે આવા જટિલ પ્રશ્નો સરકાર પાસે મૂકી આવા અધિકારીઓ લોકોને ખોટી રીતે હેરાન કરતા હોય અને આવા ઉનાળામાં પંખા વગર પણ માણસ ને રહેવું મુશ્કેલ પડેલ હોય ત્યારે આવા જટિલ પ્રશ્નો નો ક્યારે નિકાલ આવશે જોકે બગસરા ના જાગૃત નાગરિક દ્વારા કહેવામાં આવ્યું હતું આવા અધિકારીઓ ભાજપ સાથે સાત ઘાટ હોય જેથી તેની મનવાની કરતા હોય તેના લીધે બગસરા વાસીઓને અનેકવાર હેરાનગતિ કરતા હોય ચૂંટણી ટાણે ભાજપ સરકાર મત લેવા માટે ધોળા દિવસે તારા બતાવે છે ત્યારે આવા અધિકારીઓને ત્યારે તારા બતાવશે તે જોવાનું રહ્યું તેમ બગસરાના એક જાગૃત નાગરિક દ્વારા પ્રેસ યાદીમાં જણાવેલ છે.
———
