તેરા તુજકો અર્પણ; ક્રાઈમ બ્રાંચે ખોવાયેલ-ગુમ થયેલ રૂ.19.55 લાખના 104 મોબાઇલ શોધી કાઢ્યા

  શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારના ખોવાયેલ ગુમ થયેલ મોબાઇલ ફોન તેમનો મુદ્દામાલ સમયસર પરત મળી જાય તે માટે કાર્યવાહી કરવા…

 

શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારના ખોવાયેલ ગુમ થયેલ મોબાઇલ ફોન તેમનો મુદ્દામાલ સમયસર પરત મળી જાય તે માટે કાર્યવાહી કરવા અભિયાન ચલાવવામાં આવેલ છે. જેના ભાગરૂૂપે રૂૂ.19.55 લાખના 104 મોબાઇલ ટુંકા ગાળામાં અરજદારોને પરત અપાવી રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકોના જાનમાલની સુરક્ષા સાથે સેવાનું ઉદાહરણ પુરૂૂ પાડી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સુત્રને ખરા અર્થમાં સાકાર કર્યું છે.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમીશ્નર મહેન્દ્ર બગરીયા,ડીસીપી (ક્રાઇમ) ડો. પાર્થરાજસિંહ ગોહિલ એસીપી (ક્રાઇમ) બી.બી.બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ એમ.આર. ગોંડલીયા,એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ સાથે ક્રાઈમ બ્રાંચના એ.એસ.આઇ. જતીનભાઇ શુક્લા,સંજયકુમાર રૂૂપાપરા, સુભાષભાઇ ઘોઘારી, મહેન્દ્રસિંહ જાડેજા, મોહિલરાજસિંહ ગોહિલ, મહિલા કોન્સ્ટેબલ દિવ્યાબેન ચૌહાણ દ્વારા સરકારના સેન્ટ્રલ ઇકવીપમેન્ટ આઇડેન્ટિટી રજીસ્ટર પોર્ટલ તથા ટેકનીકલ સોર્સીસના ઉપયોગથી અરજદારોના ખોવાયેલ/ગુમ થયેલ કુલ કિંમત રૂૂ.19,55,500ના 104 મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવેલ છે અને ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના હસ્તે મોબાઇલ ફોન મૂળ માલીકોને પરત આપવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *