સોમનાથમાં મેગા ડિમોલિશન દરમિયાન બઘડાટી

  ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટરના આદેશથી દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. આજે સોમનાથમાં ગુડલક સર્કલ સામે આવેલી સરકારી જમીન સર્વે નંબર 831 પર તંત્ર…

 

ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટરના આદેશથી દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. આજે સોમનાથમાં ગુડલક સર્કલ સામે આવેલી સરકારી જમીન સર્વે નંબર 831 પર તંત્ર દ્વારા મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. આ જમીન પર 70 થી વધુ રહેણાંક મકાનોનું દબાણ હતું. તંત્ર દ્વારા દબાણકારોને અગાઉ નોટિસ આપવા છતાં તેમણે મકાનો ખાલી કર્યા ન હતા. આજે વહેલી સવારે પ્રાંત અધિકારી વિનોદ જોશી, મામલતદાર શામળા, નગરપાલિકા ચીફ ઓફિસર પાર્થિવ પરમાર સહિત રેવન્યુ તંત્ર દ્વારા જડબેસલાક પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન શરૂૂ કરવામાં આવ્યું હતું. પણ આ સમયે સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય દબાણકારોના સમર્થનમાં આવ્ય હતા અને મામલતદાર તેમજ પોલીસ સાથે બોલાચાલી કરી હતી. મામલતદાર અને પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેઓ ન સમજતા ધારાસભ્યની સાથે 15 ની અટકાયત કરવામાં આવી હતી.

દબાણકારોએ કર્યો વિરોધ, ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા પણ દબાણકારોના સમર્થનમાં આવ્યાં ગુડલક સર્કલ સામે આવેલી સરકારી જમીન 5ર 70 જેટલા દબાણોના વીજ કનેક્શન ત્રણ દિવસ પહેલાં જ કાપી નાખવામાં આવ્યાં હતા અને આજે ડિમોલેશન શરૂૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દબાણકારો વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યાં હતા અને મહિલાઓએ રોડ પર સુઈ જઈને દબાણ હટાવ કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો. સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા પણ ડિમોલેશન સ્થળે દોડી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરી રહેલ દબાણકારો સાથે જોડાયા હતા.

આ તકે ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા એ જણાવેલ કે 70 વધુ મકાનધારકો વર્ષોથી અહીં રહે છે. નગરપાલિકા તેમની પાસેથી વેરા પણ વસુલ કરે છે. પોતાના નામના વીજ કનેક્શન પણ ધરાવે છે છતાં તંત્ર દ્વારા મનસ્વી રીતે ડિમોલેશન કરી રહ્યું છે. આ ડિમોલેશન સામે કોર્ટે નોટિસ પણ ઈશ્યુ કરી છે અને પોલીસ પાસે ડિમોલેશનનો કોઈ ઓર્ડર પણ નથી.

પ્રારંભિક તબક્કે રેવન્યુ અને પોલીસ તંત્ર દ્વારા ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા સહિત દબાણકારોને સમજાવટનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તંત્રની સમજાવટ બાદ પણ દબાણકારોએ વિરોધ પ્રદર્શન યથાવત રાખતા અંતે પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો અને ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા સહિત 15 થી વધુ લોકોની અટકાયત કરી હતી. ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાને પોલીસ દ્વારા બળજબરીથી સ્થળ પરથી દુર લઈ જઈ એલસીબી કચેરી ખાતે લઈ જવામાં આવ્યાં હતા. આ સમયે પણ પ્રાંત અધિકારી વિનોદ જોશી દ્વારા ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાને સહકાર આપવા વિનંતી કરી હતી. સ્થળ પર ટોળા વિખેર્યા બાદ તંત્ર દ્વારા બુલડોઝર શરૂૂ કરી દેવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *