ઓખામાં 6 બાંધકામોનું ડિમોલીશન

ઓખા નગરપાલિકાએ આજે શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. નગરપાલિકાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર દ્વારા અસામાજિક તત્વોના દબાણો દૂર કર્યા…

ઓખા નગરપાલિકાએ આજે શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. નગરપાલિકાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર દ્વારા અસામાજિક તત્વોના દબાણો દૂર કર્યા હતા.

આ કાર્યવાહી દરમિયાન નગરપાલિકાએ છ જેટલા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડ્યા હતા. આ અગાઉ પણ ઓખા નગરપાલિકા વિસ્તારમાં આવી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યવાહીને પગલે ગેરકાયદેસર દબાણો કરનારા અસામાજિક તત્વોમાં ભયનો માહોલ ફેલાયો છે. નગરપાલિકાની આ કડક કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદે દબાણો સામે સખત સંદેશો ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *