‘ધ ટેડ હબમાંથી પનીર, સ્વીટ કોર્નનો એક્સપાયર જથ્થો પકડાયો

ફૂડ વિભાગનું 22 એકમોમાં ચેકિંગ, કોફી સ્ટેન્ડ, સબવેય, બજરંગ ડેરીને હાઈજેનિક મુદ્દે નોટિસ ફટકારાઈ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન સત્યસાંઇ હોસ્પિટલ રોડ, આત્મીય યુનિ.પાછળ,…

ફૂડ વિભાગનું 22 એકમોમાં ચેકિંગ, કોફી સ્ટેન્ડ, સબવેય, બજરંગ ડેરીને હાઈજેનિક મુદ્દે નોટિસ ફટકારાઈ

મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન સત્યસાંઇ હોસ્પિટલ રોડ, આત્મીય યુનિ.પાછળ, રાજકોટ મુકામે આવેલ “ધ ટેડ હબ” પેઢીની તપાસ કરતા સ્થળ પર કિચન/ફ્રીઝ/ડિસ્પ્લેમાં સંગ્રહ કરેલ ઠંડાપીણાં, ડેરી પ્રોડક્ટસ જેવી કે આઇસ્ક્રીમ, પનીર, ક્ધડેન્સ મિલ્ક, બેટરક્રીમ તથા ફ્રાઈમ્સ, વટાણા, સ્વીટકોર્ન તથા અન્ય સિરપ વેગેરેનો જથ્થો એક્સપાયરી ડેટ વીતેલ માલૂમ પડતાં કુલ મળીને અંદાજીત 31 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ તેમજ જયરાજનગર મેઇન રોડ, રાધે હોટેલ પાછળ, 150’ રિંગ રોડ, રાજકોટ મુકામે આવેલ “બજરંગ ડેરી ફાર્મ” પેઢીની તપાસ કરતા પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ તથા મવડી રોડ, વિશ્વેશ્વર મંદિર પાસે, રાજકોટ મુકામે આવેલ “શ્રી જલારામ ફરસાણ હાઉસ” પેઢીની તપાસ કરતા પેઢીને દાઝીયું તેલ RUCO દ્વારા નિકાલ કરવા, છાપાની પસ્તી ન વાપરવા તથા હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ અને ભક્તિધામ સોસાયટી, હાયસ્ટ્રીટ સામે, 150’ રિંગ રોડ, રાધે હોટેલ પાસે, રાજકોટ મુકામે આવેલ “કોફી સ્ટેન્ડ” પેઢીની તપાસ કરતા પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી અને ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 08 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 22 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.

ફૂડ વિભાગ દ્વારા (01)રઘુવંશી જનતા તાવડો -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)શ્રીરામ કોઠી આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)તુલશી ડેરી ફાર્મ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ખુશી લાઈવ વેફર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)જલારામ ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)સુરેશ પ્રોવિઝન સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)હરિ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)જય ગોપાલ ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (09) ગૌતમ ફરસાણ (10)શ્રી શ્વેતાયાન બેકરી (11)રાધિકા ડેરી ફાર્મ (12)શ્રી ક્રુષ્ણવિજય ફરસાણ (13)રાધેશ્યામ જનરલ સ્ટોર્સ (14)જય સિયારામ ફરસાણ (15)શિવમંદિર કોલ્ડ્રિંક્સ (16)વૃંદાવન ડેરી (17)ભાનુ સિઝન સ્ટોર્સ (18)શક્તિ રગડો દાબેલી (19)મહાવીર નમકીન (20)શિંગળા પ્રોવિઝન સ્ટોર્સ (21)ક્રિષ્ના ફરસાણ (22)શ્રી ચામુંડા પ્રોવિઝન સ્ટોર્સની ચકાસણી કરવામાં આવેલ હતી.

ચાર સ્થળેથી નમૂના લેવાયા
મિક્સ દૂધ (લુઝ) : સ્થળ- શ્રી મહેશ ડેરી ફાર્મ, જલારામ ચોક, વાણિયાવાડી મેઇન રોડ, મિક્સ દૂધ (લુઝ) : સ્થળ- બજરંગ ડેરી ફાર્મ, શેરી નં.01 કોર્નર, જયરાજનગર મેઇન રોડ, સાંભાર (લુઝ) : સ્થળ- “ગોપુરમ”, શ્યામલ ઇન્ફીનિટી ,ગ્રા. ફ્લોર શોપ નં. 11-13, જે.કે. ચોક યુનિ. રોડ, પનીર બટર મસાલા (પ્રિપેર્ડ- લુઝ) : સ્થળ- રામરાજ રેસ્ટોરેન્ટ એન્ડ પાર્ટી પ્લોટ, પ્લોટ નં.01, વાગડ ચોકડી પાસે, મવડી 80’ રોડ, રાજકોટ ખાતેથી ચાર સેમ્પલ લઈ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *