કાળઝાળ ગરમીમાં ગીરના સાવજો માટે પાણીના 500 પોઇન્ટ તૈયાર

ગીર જંગલમાં દર 2-3 કિ.મી.એ પાણીના કુંડ બનાવાયા, કુંડ પાસે સોડિયમ ઇંટ મુકાઇ: 201 પોઇન્ટ સોલાર અને 32 પવનચક્કી પર જયારે 4 હેન્ડ પંપ પર…

ગીર જંગલમાં દર 2-3 કિ.મી.એ પાણીના કુંડ બનાવાયા, કુંડ પાસે સોડિયમ ઇંટ મુકાઇ: 201 પોઇન્ટ સોલાર અને 32 પવનચક્કી પર જયારે 4 હેન્ડ પંપ પર કાર્યરત

ઉનાળાની ઋતુમાં વધતી જતી ગરમી અને જંગલમાં સુકાતા પાણીના સ્ત્રોતને ધ્યાનમાં રાખીને વન વિભાગે મહત્વપૂર્ણ પગલું લીધું છે. વન્યપ્રાણીઓને પાણી માટે વલખા ન મારવા પડે તે માટે વન વિભાગ દ્વારા અલાયદી વ્યવસ્થા કરાઈ છે. સાવજો સહિતના વન્ય પ્રાણીઓ માટે ગીર પશ્ચિમ વન વિભાગ દ્વારા ગીર જંગલમાં દર બે થી ત્રણ કિલોમીટર વચ્ચે કુંડ બનાવવામાં આવ્યાં છે. આ કુંડમાં સમયાંતરે પાણી નાખવામાં આવે છે. પાણીના કુંડ પાસે સોડિયમ ઈંટ મૂકવામાં આવી છે. જેથી વન્ય પ્રાણીઓ તેની જરૂૂરિયાત મુજબ સોડિયમ ઈંટને ચાંટીને તેમાંથી પૂરતું સોડિયમ મેળવી શકે. પવનચક્કી, સોલારથી અને ટેન્કરો મારફત જીવ-જંતુ તેમજ વન્ય પ્રાણીઓને પાણીની કોઇ તકલીફ ન પડે તે માટે વનવિભાગનો 500 થી વધુનો સ્ટાફ સજ્જ છે.

વોટર પોઇન્ટની સાફ-સફાઈ કર્યા બાદ તેમાં પાણી ભરવામાં આવે છે જુનાગઢ વન વિભાગના ડીએફઓ પ્રશાંત તોમરે જણાવ્યું હતું કે, હાલ જે ઉનાળાની ઋતુ શરૂૂ થઈ છે ત્યારે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધુ છે. જેને લઈ ગીર પશ્ચિમ વિભાગમાં વન્ય પ્રાણીઓ માટે અલગ-અલગ જગ્યા પર 271 પાણીના પોઇન્ટ શરૂૂ કરવામાં આવ્યાં છે. આ તમામ વોટર પોઇન્ટની સાફ-સફાઈ કર્યા બાદ તેમાં પાણી ભરવામાં આવે છે. જેમાંથી 201 જેટલા વોટર પોઇન્ટ સોલાર પેનલ ઉપર ચાલે છે. 32 જેટલા વોટર પોઈન્ટ પવનચક્કી પર, અને 4 વોટર પોઇન્ટ હેન્ડ પંપ પર કાર્યરત છે. તેમજ અન્ય વોટર પોઈન્ટને મેન્યુઅલી પાણીના ટાંકા દ્વારા ભરવામાં આવે છે.

વર્ષ 2020ની ગણતરી મુજબ ગીર પશ્ચિમ વિભાગમાં 186 જેટલા સિંહોનો વસવાટ વધુમાં જણાવ્યું કે, ઉનાળાની ગરમીમાં આ તમામ વોટર પોઇન્ટ શરૂૂ કરી દેવામાં આવે છે. વન્ય પ્રાણીઓ પાણીની શોધમાં જંગલથી બહાર ન આવે અને જંગલ વિસ્તારમાં જ પ્રાણીઓને પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા દર વર્ષે આ સુવિધા ઉભી કરવામાં આવે છે. હાલ ગીરમાં ચાર પ્રકારના વોટર પોઇન્ટ શરૂૂ કરવામાં આવ્યાં છે. વર્ષ 2020 ની ગણતરી મુજબ ગીર પશ્ચિમ વિભાગમાં અંદાજે 186 જેટલા સિંહોનો વસવાટ છે. સિંહ સિવાયના અન્ય વન્ય પ્રાણીઓને પણ આ વોટર પોઈન્ટ પરથી પાણી મળી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *