કોમ્બિંગ દરમિયાન છાંટો પાણી કરીને ફરતાં 38 શખ્સો પણ ઝપટે ચડયા, હથિયાર લઇને સીન નાખતાં 22 ઝડપાયા
વગર આમંત્રણે પોલીસ બની મહેમાન, ઘરે-ઘરે ચેકિંગ કરી પુછયા ખબર અંતર
પોલીસના ઘાડે ઘાડા વિસ્તારોમાં ‘ધોકા’ લઇ ઉતરતા ગૂનેગારોમાં ફફડાટ
અમદાવાદનાં વસ્ત્રાલ વિસ્તારમા જાહેર માર્ગો પર લુખ્ખાતત્વોએ આંતક મચાવી વાહન ચાલકોને બેફામ માર માર્યો હતો જેનો વિડીયો સોશ્યલ મીડીયામા વાઇરલ થયા બાદ ગુજરાત પોલીસ એકશન મોડમા આવી ગઇ હતી અને તમામ આરોપીઓને ઝડપી તેમનાં વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાજ વસ્ત્રાલ ઘટના બાદ ગુજરાતનાં ડીજીપી વિકાસ સહાય દ્વારા ગુંડાઓનુ લીસ્ટ બનાવીને તેમનાં પર લગામ કસવા 100 કલાકનુ અલ્ટીમેટમ આપ્યુ હતુ. જે ગઇકાલે પુર્ણ થયુ હતુ. અલ્ટીમેટમની સમય મર્યાદા સમાપ્ત થતા જ ગુજરાત પોલીસ એકશન મોડમા આવી ગઇ છે અને ગુજરાત પોલીસે કુલ 7612 ગુનાહીત પ્રવુતીઓ સાથે સંકળાયેલા શખ્સોની યાદી તૈયાર કરી હતી જેમા 3264 બુટલેગર, 516 જુગારી, 2149 શરીર સબંધી, 958 મિલકત સબંધી, 179 માઇની અને 545 અન્ય અસામાજીક પ્રવૃતી કરતા શખ્સો પર વોચ રાખીને તેમના ગેરકાયદેસર વીજ જોડાણો, ગેરકાયદે બાંધકામો, શંકાસ્પદ આર્થીક નાણાકીય વ્યવહારની તપાસ કરવામા આવી રહી છે.
ત્યારે ગઇકાલે રાજકોટ શહેર પોલીસે કુલ 7પ6 જેટલા ગુનેગારોનુ લીસ્ટ બહાર પાડયુ હતુ. તેમજ ગઇકાલે સાંજ ઢળતા જ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારો અને ગુંડા તત્વોનાં રહેઠાણ પર પોલીસ પહોંચી હતી. તેમજ ગઇકાલે સૌથી સંવેદનશીલ ગણાતા જંગલેશ્ર્વર વિસ્તારમા પોલીસનાં મોટા કાફલા સાથે જવાનો પહોંચ્યા હતા અને નામચીન ડ્રગ્સ પેડલર રમા સંધીનાં મકાન પર બુલડોઝર ફેરવી દેવામા આવ્યુ હતુ.
તેમજ ગઇકાલે પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા નાં માર્ગદર્શન હેઠળ શહેરનાં તમામ પોલીસ સ્ટેશનનાં પીઆઇ તેમજ ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને પીસીબી શાખા અને ટ્રાફીક શાખા દ્વારા અસામાજીક તત્વોની યાદી અનુસંધાને શહેર વિસ્તારમા કાયદો અને વ્યવસ્થા ઝળવાઇ રહે તે માટે ગઇકાલે બે કલાક કોમ્બીંગ કરવામા આવ્યુ હતુ જેમા મિલકત સબંધી ગુનાઓ આચરતા 264 ગુનેગારો, હીસ્ટ્રીશીટર 77 , માદક પદાર્થોની હેરાફેરીમા પકડાય ચુકેલા 34 આરોપી, 51 ટપોરી, 10 નાસ્તા ફરતા આરોપી, 22 જેટલા તડીપાર આરોપીઓ , આર્મ્સ એકટમા પોલીસ ચોપડે ચડી ચુકેલા 14 જેટલા આરોપી, પાસા ધારક ર4 આરોપી , દારૂ ઢીંચીને વાહન ચલાવતા તેમજ આટાફેરા કરતા 38 જેટલા શખ્સો, 30 શખ્સો હથીયાર સાથે ફરતા પકડાયા હતા અને હદપારીનાં 3 કેસ , દારૂનાં ર3 ગુના નોંધવામા આવ્યા હતા અને જુગાર ધારા એકટ હેઠળ 3 ગુના નોંધવામા આવ્યા હતા તેમજ આગામી દિવસોમા પણ આ કામગીરી ચાલુ રહેશે તેવી પોલીસમાથી જાણવા મળી રહયુ છે.
હવે શાળા-કોલેજો આસપાસ મંડરાતા ભમરાઓ ઉપર નજર
રાજકોટ શહેરમા શાળાઓ અને કોલેજો તેમજ ત્રીકોણબાગ આસપાસ કેટલાક અસામાજીક તત્વોનાં આટાફેરા થતા રહે છે અને ત્યા હાજર કેટલીક યુવતી અને છાત્રાઓની છેડતીની ઘટનાઓ પણ બનતી રહે છે પરંતુ ડરને કારણે તેઓ પોલીસ સુધી ફરીયાદ કરવા પહોંચતા નથી. પોલીસ સુત્રોમાથી જાણવા મળ્યુ હતુ કે આગામી દિવસોમા શાળા – કોલેજો અને બાગ – બગીચા તેમજ ત્રીકોણબાગ વિસ્તારમા આટાફેરા કરતા અને રોમીયોગીરી કરતા તત્વો સામે કડક પગલા ભરવામા આવશે અને તેની આ કરતુતો અંગે તેમનાં વાલીઓને પણ જાણ કરી પોલીસ મથકે બોલાવવામા આવશે.
વ્યાવસાયિક એકમોમાં કામ કરતા પરપ્રાંતીયોનું પણ થશે ચેકિંગ
હાલ વ્યવસાયીક એકમોમા કામ કરતા પરપ્રાંતીયો અને ભાડુઆતનાં ઓળખપત્ર ફોટા સાથે નોંધણી કરવવાનુ જાહેરનામુ પોલીસ કમિશનર દ્વારા બહાર પડાયુ છે જે હાલ અમલમા છે આમ છતા આ જાહેરનામાનાં નિયમોનુ પાલન કરવામા આવતુ નથી જેથી આગામી સમયમા પોલીસ દ્વારા વ્યવસાયીક એકમો અને અલગ અલગ વિસ્તારોમા ચેકીંગ ડ્રાઇવ રાખવાનુ પોલીસ દ્વારા આયોજન કરવામા આવ્યુ છે. આ અનુસંધાને જો કોઇ કારખાનેદાર, વેપારી કે મકાન માલીક દ્વારા નજીકનાં પોલીસ સ્ટેશનમા ભાડુઆત કે કામે રહેનાર વ્યકિતની નોંધણી કરાવી નહી હોય તો તેમની સાથે ગુનો નોંધવામા આવશે તેવુ પોલીસમાથી જાણવા મળી રહયુ છે.
ટ્રાફિક પોલીસની ડ્રાઇવમાં 355 વાહન ચેક કરાયા, કાળા કાચવાળી 86 કાર પોલીસની ઝપટે ચડી
ટ્રાફિક ડીસીપી પુજા યાદવ અને એસીપી ગઢવીનાં માર્ગદર્શન હેઠળ ટ્રાફીક પોલીસ દ્વારા વાહન ચેકીંગ ડ્રાઇવ રાખવામા આવી હતી આ ડ્રાઇવ અનુસંધાને પોલીસની અલગ અલગ ટીમોએ કુલ 355 વાહન ચેક કરવામા આવ્યા હતા ચેકીંગ દરમ્યાન 86 જેટલી કારમા બ્લેક ફિલ્મ લગાવેલી હતી જે સ્થળ પર જ ઉતારી નાખવામા આવી હતી. તેમજ 1ર જેટલા વાહનો ડીટેઇન કરવામા આવ્યા હતા.
