પોલીસ-PGVCLની લાલ આંખ: બૂટલેગરોના પાવર ડાઉન

  જામનગર શહેરમાં ગેરકાયદેસર વીજ જોડાણ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચકોશી એ, મેઘપર અને પંચકોશી બી પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ પીજીવીસીએલના…

 

જામનગર શહેરમાં ગેરકાયદેસર વીજ જોડાણ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચકોશી એ, મેઘપર અને પંચકોશી બી પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ પીજીવીસીએલના કર્મચારીઓને સાથે રાખીને વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ નાઈટ દરમિયાન ગેરકાયદેસર વીજ જોડાણો કાપવાની કામગીરી કરી હતી.પંચકોશી એ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ લાલવાડી આવાસ કોલોનીમાં રહેતા સલીમ ઉર્ફે ડાડો કદરભાઈ લોબીના ઘરે જડતી તપાસ કરી હતી, જ્યાં ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યું હતું. ઘરે કોઈ હાજર ન હોવાથી, પીજીવીસીએલના જૂની એન્જિનિયર જે એ જાડેજાએ વીજ જોડાણ કાપી નાખીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.મેઘપર પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ પીજીવીસીએલના કર્મચારીઓને સાથે રાખીને લિસ્ટેડ બુટલેગરોના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ અંગે કાર્યવાહી કરી હતી.

પંચકોશી બી પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ કોમ્બિંગ નાઈટ દરમિયાન પીજીવીસીએલના કર્મચારીઓને સાથે રાખીને તેમના વિસ્તારના આઠ અલગ અલગ અસામાજિક તત્વોના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણો કાપવાની કામગીરી કરી હતી. આ કામગીરી દરમિયાન ગેરકાયદેસર વીજ જોડાણના આઠ કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે ગેરકાયદેસર વીજ જોડાણ એ ગંભીર ગુનો છે અને આવા ગુનાઓ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે લોકોને કાયદેસર વીજ જોડાણ મેળવવા અને ગેરકાયદેસર વીજ જોડાણથી દૂર રહેવા અપીલ કરી હતી.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *