બગસરા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ કડક કરવા છતાં માર્ચ મહિનો પૂરો થવા આવ્યો છે અત્યાર સુધીમાં પાલિકા દ્વારા 66 ટકા વેરા વસુલાતની કામગીરી કરવામાં આવી છે, જોકે રાજ્ય સરકાર દ્વારા 80 ટકા વેરા વસૂલાત કરવાનો ટાર્ગેટ આપવામાં આવેલ છે. જ્યારે બગસરા પાલિકાની સૌથી વધુ વેરો કોમર્શિયલ મિલકતોનો બાકી હોવાનું જાણવા મળ્યું છે.રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે વેરા વસુલાત ઝુંબેશ કડક કરવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો છે. તેમ છતાં વેરા વસુલાત પૂરી થતી નથી.
જ્યારે બગસરા પાલિકા દ્વારા સમય મર્યાદામાં વેરો ભરનારને એટલે કે 1 એપ્રિલ થી 30 જૂન સુધી 10% અને 1 જુલાઈ થી 30 સપ્ટેમ્બર સુધી 5% રાહત આપવામાં આવે છે.તેમજ જો કોઈ વેરો ન ભરે તો 18% દંડ ફાટકરવામાં આવે છે, જ્યારે સૌથી વધુ 27 લાખ જેવી રકમનો કોમર્શિયલ મિલકત વેરો બાકી હોય જેથી આવી મિલકતોને સીલ કરવા માટે પાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડીયા જાણવ્યું હતું જેના અનુસંધાને બગસરા ચીફ ઓફિસર તેમજ તેમની ટિમ દ્વારા આર બી કોમ્પ્લેક્સમાં રહેલ કોમર્શિયલ દુકાન પૈકી એક દુકાનને સીલ કરવામાં આવ્યું હતું જયારે આ દુકાન ધારક કિશોરભાઈ રઘાણીના બાકી વેરા પેકે 35000 જેવી બાકી હતી જેના લીધે શીલ કરવામાં આવી હતી.જ્યારે બીજી દુકાનો પાસેથી વેરો વસૂલ કરવામાં આવ્યો જે પૈકી 60 હજાર રૂૂપિયા જેવો વેરો વસૂલ કરવામાં આવ્યો હતો અને જે લોકો દ્વારા વેરો ભરવામાં નહીં આવે તેની દુકાનોનું સીલ કરવા માટેની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે…
