ગુજરાત રાજ્ય ડીજીપી વિકાસ સહાયની સૂચના મુજબ સમગ્ર ગુજરાતની અંદર અસામાજિક ગુનાહિત પ્રવૃત્તિ કરતા તત્વો સામે 100 કલાકમાં કડક કાર્યવાહી હાથ ધરી પગલાં ભરવા માટે તંત્રને આદેશ આપવામાં આવ્યો છે ત્યારે ઉપલેટા શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વીજ મીટર ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપલેટા ના વિવિધ વિસ્તારોમાં સીટી પોલીસ તંત્ર અને ઙૠટઈક તંત્ર દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ તથા વીજ મીટરોના ચેકિંગ ગુજરાતના ડીજીપીની કડક સૂચનાથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પર કાર્યવાહીનો અમલ શરૂૂ કરી દેવામાં આવ્યો હતો.ઉપલેટા સિટી પોલીસ તંત્ર તથા ઙૠટઈક તંત્ર દ્વારા તાત્કાલિક હરકતમાં આવી શહેરના વિવિધ વિસ્તારોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પર ચેકિંગ આધરવામાં આવ્યું હતું જેમાં સ્મશાન રોડ પર થરાદ નો ડેલો નગીના સોસાયટી ફુલારા બગીચા સામે કિંગ સર્વિસ સ્ટેશન આદર્શ સોસાયટી ત્રણ કમાન વિસ્તાર ગુલીસ્તાન એપાર્ટમેન્ટ સહિતના અને વિવિધ વિસ્તારોમાં કડક ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી.
પરંતુ આ તપાસ દરમિયાન 135 ની કલમ જેવો વીજ ચોરીનો ગુનો ક્યાંય જોવા મળ્યો ન હતો પરંતુ ફુલારા બગીચા સામે કિંગ સર્વિસ સ્ટેશનમાં 126 ની કલમ જેવી વીજ ચોરી એટલે કે મીટર હોય પરંતુ અન્ય સર્વિસ વાયરથી વધારે લોડિંગ મેળવતા હોય અથવા તો અન્ય કોઈને આપતા હોય તેવું જોવા મળ્યાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું
જેની સામે 126 ની કલમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કડક કાર્યવાહીને કારણે ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો હતો.
