મનપાના ફૂડિ વભાગ દ્વારા ચેકીંગ કામગીરી દરમિયાન માયાણી ચોકમાં બેગબોન શોપીંગ સેન્ટર ખાતે પટેલ ડાયનીંગ હોલમાંથી 3 કિલો શાકભાજીનો અખાદ્ય જથ્થો અને પટેલ ફાસ્ટફૂડમાંથી 8 કિલો વાસી બ્રેડ સહિતના જથ્થાનો નાશ કરી 12 જગ્યાએથી પનીર સહિતના મિલ્ક પ્રોડેક્ટના નમુના લેવામાં આવેલ તેમજ ખાણી-પીણીના 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી પાંચ ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ આપવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ચંદ્રેશનગર મેઇન રોડ, માયાણી ચોક પાસે, બેકબોન શોપિંગ સેન્ટર પાસે, રાજકોટ મુકામે આવેલ “પટેલ ડાઈનિંગ હોલ” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી શાકભાજી અંદાજીત 03 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ચંદ્રેશનગર મેઇન રોડ, માયાણી ચોક પાસે, બેકબોન શોપિંગ સેન્ટર પાસે, રાજકોટ મુકામે આવેલ ” પટેલ ફાસ્ટફૂડ” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી ચટણી તથા એક્સપાયરી સોસ, મયોનીઝ, ફેટ્સ સ્પ્રેડ, બ્રેડ, પાઉં વગેરે મળીને અંદાજીત 08 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના નાણાવટી ચોક થી રામેશ્વર હોલ સુધીના વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 05 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.
