સિલિંગનો દંડો ઉગામી વેરાવિભાગ દ્વારા રૂા.96.57 લાખની વસૂલાત

  મનપાના વેરાવિભાગ દ્વારા સીલીંગ ઝુંબેશ હાથ ધરી આજે વધુ 23 મિલ્કત સીલ કરી 2 નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા. 96.57 લાખની વેરા વસુલાત…

 

મનપાના વેરાવિભાગ દ્વારા સીલીંગ ઝુંબેશ હાથ ધરી આજે વધુ 23 મિલ્કત સીલ કરી 2 નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા. 96.57 લાખની વેરા વસુલાત કરી હતી.

મનપાના વેરાવિભાગ દ્વારા ગાધીગ્રામમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.40,000, કસ્તુરબા રોડ પર આવેલ 1-નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂૂ.70,000, મોરબી પાર્કમાં આવેલ રાધિકા પાર્કમાં 1- નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂૂ.74,750, બ્રાહ્મમનીયા પરામાં આવેલ 1- નળ કનેક્શન કપાત, પેડક રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.63,000નો ચેક આપેલ, મવડી રોડ પર આવેલ 1-નળ કનેકશન કપાત, કડિયા નવીલાઇનમાં શેરી નં-7માં 2-યુનિટને સીલ કરેલ છે, ધર્મેન્દ્ર રોડ પર આવેલ ’ શિંગાલા ચેમ્બરર્સ’ સેક્ધડ ફલોર શોપ નં-6 ને સીલ કરેલ છે, ભાભા બજારમાં આવેલ 1-યુનિટને સીલ કરેલ છે, સોની બજારમાં આવેલ ’વ્રજશાંતી ગોલ્ડ પેલેસ’સેક્ધડ ફલોર શોપ નં-204ના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.94,560, 80 ફુટ રોડ પર આવેલ 1-નળ કનેકશન કપાત, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.55,500નો ચેક આપેલ, લક્ષ્મણનગર શેરી નં-3માં 1-યુનિટને સીલ કરેલ છે, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.97,500નો ચેક આપેલ હતો.

આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજરશ્રી નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *