સરખેજ પાસેના ફતેવાડી કેનાલની ઘટના: બે મિત્રોએ 3500ના ભાવે ચાર કલાક માટે સ્કોર્પિયો ભાડે લીધી હતી
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ફતેવાડી કેનાલમાં આજે સાંજના સમયે એક સ્કોર્પિયો કાર કેનાલમાં ખાબકી હતી. જોકે, સાંજના સમયે એકાએક કાર કેનાલમાં પડી જવાના કારણે સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિકો દ્વારા દોરડાની મદદથી ગાડીમાં રહેલા લોકોને શોધવાની કામગીરી શરૂૂ કરાઈ હતી. પરંતુ ફતેવાડી કેનાલમાં પાણીનું વહેણ વધારે હોવાના કારણે કેનાલમાંથી પાણીનો પ્રવાહ પણ બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે સવાર સુધીમાં બે મિત્રની લાશ મળી આવી હતી જ્યારે એકની ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી પ્રમાણે ફતેવાડી કેનાલમાં જે કાર પડી છે તેમાં ત્રણ લોકો સવાર હતા. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા હાલ કારને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ફાયર બ્રિગેડની ટીમો દ્વારા અલગ-અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આખી ફતેવાડી કેનાલમાં ફાયર બ્રિગેડ અને પોલીસની મદદથી સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડની બેથી વધુ ટીમો પોલીસની સાથે જે જગ્યાએ સાઇફરન તરફ પાણીનું વહેણ છે ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે સાંજના સમયે વાસણા વિસ્તારમાં રહેતા હૃદય વયંતા, વેજલપુરના રહેવાસી સોલંકી ધ્રુવ અને ઋતાયુ સોલંકી રૂૂ. 3500ના ભાવે 4 કલાક માટે વાસણા બેરેજ તરફ રીલ બનાવવા માટે ગાડી લઈને ગયા હતા. વાસણા બેરેજના વિસ્તારમાં અગાઉથી જ તેમના મિત્રો પાલડી વિસ્તારમાં રહેતા વિરાજસિંહ રાઠોડ, આંબાવાડી વિસ્તારનાં યક્ષ ભંકોડિયા અને યશ સોલંકી તેમજ પાલડી ક્રિશ દવે ત્યાં હાજર હતા.વાસણા બેરેજથી થોડે દૂર યશ ભંકોડીયાએ થોડે દૂર ગાડી ચાલવી હતી. બાદમાં યશ સોલંકીને ગાડી ચલાવવા માટે આપી હતી. ગાડીમાં ક્રિશ દવે પણ બેઠો હતો.
ત્રણેય મિત્રો ગાડીને યુ ટર્ન મારી અને પાછી લાવતા હતા પરંતુ, કોઈ કારણોસર ગાડીનો ટર્ન વાગ્યો નહોતો અને ગાડી સીધી કેનાલમાં ઘસી ગઈ હતી. તેથી, મિત્ર વિરાજસિંહ રાઠોડ અને અન્ય મિત્રોએ દોરડું નાખી અને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, ત્રણમાંથી એક પણ વ્યક્તિ દોરડું પકડી શક્યો નહોતો વહેતા પાણીમાં તણાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાલ આખી રાત ત્રણેયની શોધખોળ કરવામાંઅ ાવી હતી.
જ્યારે સવારે એક યુવાનની લાશ મળી આવી હતી. સામાન્ય રીતે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રાત્રી દરમિયાન કોઈ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવતું નથી પરંતુ, ત્રણ યુવકો પાણીમાં તણાઈ ગયા હોવાના કારણે ફાયર બ્રિગેડની એક ટીમ દ્વારા હાલ સુરક્ષાના સાધનો વડે કેનાલમાં ઉતરીને શોધખોળ કરવામાં આવી રહી છે. બીજી તરફ યુવકોને શોધવા માટે કેનાલનો પ્રવાહ બંધ કરવામાં આવ્યો છે.
