ગોંડલ પંથકમાં દારૂનો કારોબાર બંધ ન થાય તો જનતા રેડ કરાશે

  ગોંડલ તાલુકા પોલીસ ની હદમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં દેશી વિદેશી દારુનાં હાટડાઓ ચાલી રહ્યાનાં આક્ષેપ સાથે વહેલીતકે બંધ કરવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા રજુઆત…

 

ગોંડલ તાલુકા પોલીસ ની હદમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં દેશી વિદેશી દારુનાં હાટડાઓ ચાલી રહ્યાનાં આક્ષેપ સાથે વહેલીતકે બંધ કરવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા રજુઆત કરી અન્યથા પંદર દિવસ માં જનતારેડ કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઇ છે.
તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિહ ઝાલાએ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર ને રજુઆત કરી જણાવ્યુ કે ગ્રામ પંથક માં ઠેરઠેર દેશી દારુની ભઠ્ઠીઓ ધમધમી રહી છે.

દેશી વિદેશી દારુનું વેચાણ કોઈ રોકટોક વગર ચાલી રહ્યુછે.ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારોમાં ખુલ્લેઆમ દારુનું વેચાણ થઇ રહ્યુછે.

પોલીસ સ્ટાફ દારુનાં હાટડાઓ અંગે સરનામાં સહિત તમામ માહીતી ધરાવતો હોવા છતા આપને માહીતી આપતો નથી.ત્યારે જીવનાં જોખમે માહીતી આપવાનુ જણાવી હર્ષદસિહ ઝાલાએ પંદર દિવસ માં યોગ્ય પગલા નહી લેવાય તો જનતારેડ કરાશે તેવી ચીમકી ઉચ્ચારીછે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *