રાજકોટ જીલ્લામાં બે સહીત ગુજરાતમાં 36 નવી ડીવાએસપી કચેરીને ગૃહ વિભાગ દ્વારા મંજુરી આપી છે.રાજકોટ જીલ્લામાં જસદણ અને ધોરાજીમાં વધુ બે ડીવાયેસપી કચેરી કાર્યરત થશે જેના માટે મહેકમ પણ ટુક સમયમાં ફાળવવામાં આવશે. રાજકોટ જીલ્લામાં હાલ ગોંડલ અને જેતપુર ખાતે બે વિભાગીય નાયબ પોલીસ અધિકારીની કચેરી કાર્યરત છે. જેમાં હવે જસદણ અને ધોરાજીમાં નવી બે ડીવાએસપી કચેરીને મંજુરી મળતા જીલ્લામાં 4 ડીવાએસપી કચેરી કાર્યરત થશે.
જીલ્લામાં હાલ ગોંડલ અને જેતપુર ખાતે બે વિભાગીય નાયબ પોલીસ અધિકારીની કચેરી કાર્યરત છે. જેમાં ગોંડલનું વિભાજન કરી જસદણ અને જેતપુરનું વિભાજન કરી ધોરાજીમાં નવી બે ડીવાએસપી કચેરીને મંજુરી આપવામાં આવી છે. વિભાગીય પોલીસ અધિક્ષકની કચેરી માટે નવા કર્મીનો સ્ટાફ ફાળવાશે. જેમાં નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ ત્રણ પોલીસ કોન્સ્ટેબલ,સીનીયર કલાર્ક, જુનીયર કલાર્ક, પટ્ટાવાળાની ફાળવણી કરવામાં આવશે.
ગુહ વિભાગે રાજકોટ જીલ્લામાં 2 ઉપરાંત રાજ્યમાં કુલ 36 જેટલી નવી નવી ડીવાએસપી કચેરીને મંજુરી આપી છે.
જેમાં ધંધુકા ,અસલાલી,ખેડા , બોરસદ, ઉમરેઠ, દહેગામ, કડી, ખેરાલું, ખેડબ્રમ્હા, કરજણ, કાલોલ, ગરબાડા, દહેજ, ઝધડીયા, માંડવી, વાંસદા, ધરમપુર, ચોટીલા, પાટડી, લાલપુર, જુનાગઢ ગ્રામ્ય, વિસાવદર, રાણાવાવ, લાઠી, એસ.ડી.પી.ઓ. રાજુલા, ધારી, ભાવનગર ગ્રામ્ય, શિહોર, તળાજા , બરવાળા, મુન્દ્રા, નલીયા, દાંતા, પાટણ ખાતે નવી ડીવાએસપી કચેરી કાર્યરત થશે.
