યુપીમાં બિશ્ર્નોઇ ગેંગના ગુંડા જીતુ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

  આજે વહેલી સવારે યુપીના મેરઠમાં એન્કાઉન્ટર થયું હતું. જેમાં લોરેન્સ બિશરોઈ ગેંગનો બદમાશ જિતેન્દ્ર ઉર્ફે જીતુ માર્યો ગયો છે. જઝઋ અને પોલીસના નોઈડા યુનિટે…

 

આજે વહેલી સવારે યુપીના મેરઠમાં એન્કાઉન્ટર થયું હતું. જેમાં લોરેન્સ બિશરોઈ ગેંગનો બદમાશ જિતેન્દ્ર ઉર્ફે જીતુ માર્યો ગયો છે. જઝઋ અને પોલીસના નોઈડા યુનિટે આ એન્કાઉન્ટર કર્યું છે. ગાઝિયાબાદ પોલીસે જીતેન્દ્ર પર એક લાખ રૂૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ એન્કાઉન્ટર સવારે 2 વાગ્યા પછી થયું હતું. જિતેન્દ્રને મેરઠના મુંડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસટીએફ અને પોલીસે ઘેરી લીધો હતો. જિતેન્દ્રને હથિયાર નીચે મૂકવા અને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું પરંતુ તેણે ફાયરિંગ શરૂૂ કરી દીધું. પોલીસે જવાબી ગોળીબારમાં તેને ગોળી વાગી હતી. ઈજાગ્રસ્ત થયા બાદ જિતેન્દ્ર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જિતેન્દ્રનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા જીતેન્દ્ર ઉર્ફે જીતુ હરિયાણાના ઝજ્જરના આસૌંડા સિવાન ગામનો રહેવાસી હતો. જણાવવામાં આવી રહ્યું છે કે તેની સામે આઠ કેસ નોંધાયેલા છે. 2026માં થયેલા ડબલ મર્ડરમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, તે 2023માં પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા બાદ ફરાર થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *