બોર્ડના 14.30 લાખ છાત્રો અને શિક્ષણ વિભાગની કાલથી કસોટી

પરીક્ષા કેન્દ્રો પર છાત્રોએ બેઠક વ્યવસ્થા નિહાળી: સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ: સવારે પ્રશ્ર્નપત્ર કેન્દ્રો પર પહોંચાડી દેવાશે: પ્રશ્ર્નપત્ર સીસીટીવી કેમેરા સામે જ ખોલાશે…

પરીક્ષા કેન્દ્રો પર છાત્રોએ બેઠક વ્યવસ્થા નિહાળી: સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ: સવારે પ્રશ્ર્નપત્ર કેન્દ્રો પર પહોંચાડી દેવાશે: પ્રશ્ર્નપત્ર સીસીટીવી કેમેરા સામે જ ખોલાશે

રાજકોટ જિલ્લામાં 2753 બ્લોકમાં 76312 વિદ્યાર્થી માટે બેઠક વ્યવસ્થા કરાઇ: તમામ કેન્દ્રો પર શિક્ષણ અને પોલીસ વિભાગે કબજો લીધો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલથી ધો-10અને 12ની બોર્ડની પરિક્ષાનો પ્રારંભ થશે તે અગાઉ આજે વિદ્યાર્થીઓને કેન્દ્રો પર તેના બેઠક નંબર જોવા દેવામા આવ્યા હતા પરંતુ કલાસરૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હોતો આજે સાંજ સુધીમાં સ્ટેટની સ્કોડની ટીમ રાજકોટ આવી પહોંચશે. પોલીસ પણ બપોર બાદ દરેક કેન્દ્રનો બંદોબસ્ત સંભાળી લેશે સ્થાનિક શિક્ષણ તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

બોર્ડ દ્વારા કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે જેમા બિલ્ડિંગમાં પ્રશ્નપત્રનું બોક્સ/પાર્સલ ખોલતાં પહેલાં તે સીલબંધ સ્થિતિમાં છે તે બાબતની ખાતરી કરવી પડશે. પરીક્ષા શરૂૂ થવાની 15 મિનિટ પહેલાં CCTV કેમેરા સામે પ્રશ્નપત્રના બોક્સ / પાર્સલ પર સ્થળસંચાલક, સરકારી પ્રતિનિધિ અને બે ખંડ નિરીક્ષક આ તમામની સહી લેવી તેમજ સમય નોંધવો પડશે. ત્યારબાદ CCTV કેમેરા સામે પ્રશ્નપત્રનું બોક્સ ખોલવાનું રહેશે.
રાજકોટ જિલ્લામાં કુલ 65 કેન્દ્ર અને 2753 બ્લોકમાં કુલ 76,312 વિદ્યાર્થી પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા માટે શહેરની કરણસિંહજી હાઈસ્કૂલમાં કંટ્રોલરૂૂમ ઊભો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી પડે તો તેના માટે જિલ્લામાં જુદા જુદા 10 સ્થળે હેલ્પલાઈન સેન્ટર પણ ઊભા કરવામાં આવ્યા છે. ધોરણ 10ના 5, ધો.12 સાયન્સના 3 અને કોમર્સના 4 ઝોન પાડવામાં આવ્યા છે. ધોરણ-10માં 45,421 વિદ્યાર્થી, ધોરણ 12 સાયન્સમાં 7684 અને ધોરણ-12 કોમર્સમાં 23,207 વિદ્યાર્થી પરીક્ષા આપશે.

બોર્ડ દ્વારા પ્રશ્નપત્રો અને ઉત્તરવહીઓ ગયા સપ્તાહે અલગ અલગ ઝોનમાં મોકલી અપાયા પછી બે દિવસ અગાઉ તમામ જિલ્લા મથકો એ તે પહોંચાડી દેવાયા છે. અને આજે રાત સુધીમાં તમામ પરીક્ષા કેન્દ્રમાં પહોંચાડી દેવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં સ્કવોડના સભ્યો સિવાય કોઈપણને મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. માઈકના ઉપયોગ કરી શકાશે નહીં. ચોરી અને ગેરરીતી અટકાવવા માટે પરીક્ષા કેન્દ્ર આસપાસના ઝેરોક્ષ કેન્દ્ર પરીક્ષાના સમય દરમિયાન બંધ રાખવાના આદેશ કરાયા છે. કેલ્ક્યુલેટર લઈ જવા પર પણ પ્રતિબંધ ફરમાવાયો છે. વિદ્યાર્થીઓને બુટ મોજા પહેરીને પણ પ્રવેશ આપવામાં નહીં આવે.

ધો-10માં ભાષા, ધો-12 સા.પ્ર.માં/અર્થશાસ્ત્ર, સાયન્સમાં ભૌતિકશાસ્ત્રનું પેપર
કાલે સવારે 10 વાગ્યાથી પરીક્ષાનો પ્રારંભ થશે. ધોરણ 10 માં ભાષાનું પ્રથમ પેપર છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર રાખવામાં આવ્યું છે. સવારના સત્રના આ બંને પેપરો પૂરા થયા પછી બપોરના 3:00 વાગ્યાથી 6-30 વાગ્યાના બપોરના સત્રમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાનનું છે.

પ્રશ્ર્નપત્ર વાંચવા 15 મિનિટ વધુ અપાશે
વિદ્યાર્થીઓને આ વખતે પ્રશ્નપત્ર વાંચવા માટે વધુ 15 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે. એસટી નિગમ અને પીજીવીસીએલ દ્વારા બસ અને વીજ પુરવઠાને લગતી આગોતરી પુરી વ્યવસ્થા કરવામાં આવી છે.

તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સૂચનો
બે સેક્શનના પ્રશ્નો મિક્સ ન કરવા. છેલ્લી 15 મિનિટમાં ક્રોસ ચેક કરો, બાકી હોઈ તો પૂર્ણ કરો
હોલ ટિકિટની 2 ઝેરોક્સ કરાવીને રાખે.
ઓરિજિનલ હોલ ટિકિટ ફાટે નહિ, ખોવાઈ જાય નહીં તેનું ધ્યાન રાખે.
આકસ્મિક સંજોગોમાં ઝેરોક્સ પર સહી-સિક્કા કરાવીને આગળ ઉપયોગમાં લેવી.
દરેક પેપરમાં હોલ ટિકિટમાં જવાબવહી નંબર લખવા, સુપરવાઇઝરની સહી ભૂલ્યા વગર કરાવી લેવી.
પરીક્ષા સ્થળ પર સમયસર પહોંચી જાવું. અપડાઉન વાળા વિદ્યાર્થી વહેલા નીકળે.
પોતાની જગ્યા પર શાંત ચિત્તે બેસવું. મન શાંત કરવું. વાતો કરવી નહીં.
સુપરવાઇઝરની સૂચના ખાસ સાંભળવી, તે પ્રમાણે કાર્ય કરવું.
પ્રથમ 15 મિનિટમાં પેપર શાંતિથી વાંચીને જવાબ યાદ કરી લેવા. ખઈચના જવાબ પેપરમાં ટીક કરવા નહિ. નહિ તો કોપી કેસ ગણાશે. અન્ય કોઈ લખાણ પેપર પર લખવું નહિ.
અક્ષર સુંદર રાખવા, ચેકચાક ન કરવી.
દરેક સેક્શન નવા પેજ પર શરૂૂ કરવો. બે સેક્શનના પ્રશ્નો મિક્સ ન કરવા. જો કોઈ પ્રશ્ન રહી જાય તો બાદમાં લખી લેવો.
3-4 પેન, પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, સ્કેલ, ટ્રાન્સપેરન્ટ પાઉચમાં યાદ કરીને લઈ જવું. બીજા પાસે વસ્તુ માગવી નહિ.
દરેક પ્રશ્ન લખાઇ જાય એટલે એને પેપરમાં હલકી રાઈટ ટીક કરતા જાઓ. છેલ્લી 15 મિનિટમાં ક્રોસ ચેક કરો.
ખાખી સ્ટિકર યોગ્ય જગ્યાએ લાગેલા હોવા જોઈએ. બારકોડ સ્ટિકર સુપરવાઇઝર જાતે લગાવશે.
કોઈ પ્રશ્ન ન આવડે તો તેની અસર બીજા પેપર પર ન પડે તે ધ્યાન રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *