ડ્રગ કેસમાં 24 વર્ષની જેલ સજા ફટકારતી અદાલત
ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના હત્યારા સતવંત સિંહના ભત્રીજા બલતેજ સિંહને ન્યુઝીલેન્ડમાં એક મોટા ડ્રગ્સ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. શુક્રવારે ઓકલેન્ડ હાઈકોર્ટે તેને 700 કિલોગ્રામ સિન્થેટિક ડ્રગ મેથામ્ફેટામાઈન રાખવા બદલ 22 વર્ષની જેલની સજા ફટકારી હતી.
ઓકલેન્ડ પોલીસે 2023 માં એક નાના વેરહાઉસ પર દરોડા પાડ્યા બાદ બલતેજ સિંહની ધરપકડ કરી હતી જ્યાં બિયરના કેનમાં કથિત રીતે મેથામ્ફેટામાઇન ભરેલું હતું.
21 વર્ષીય આયડેલ સગાલ્લાના મૃત્યુ બાદ પોલીસે આ કાર્યવાહી શરૂૂ કરી હતી, જેને બીયર સાથે મેથ ભેળવીને મારવામાં આવ્યો હોવાના અહેવાલ હતા. આ હત્યા કેસમાં હિંમતજીત સિંહને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
તેણે કોર્ટમાં જણાવ્યું હતું કે તેના બિઝનેસ પાર્ટનર બલતેજ સિંહ તેની સાથે છેતરપિંડી કરી રહ્યા હતા અને મેથામ્ફેટામાઇનની આયાતમાં સામેલ હતા.