ગુજરાત રાજયના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સતત ચોથી વખત વર્ષ 2025-26 માટેનું આશરે 3,70, 250 કરોડનું બજેટ રજુ કરવામાં આવેલ છે. વિકસીત ગુજરાત બનાવવાના સંકલ્પને સાર્થક કરવા રાજય સરકાર દ્વારા રજુ કરાયેલ આ બજેટને સર્વાગી વિકાસ માની રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી આવકારે છે.
પ્રમુખ વી.પી. વૈષ્ણવએ ગુજરાત રાજયના આ બજેટને આવકારતા જણાવેલ કે વિક્સીત ભારતના વિઝનને સાર્થક કરવાના પ્રયાસમાં ગુજરાત સહભાગી બની રહ્યું છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન હોય ત્યારે ગુજરાત રાજયએ આ વિકાસલક્ષી બજેટ આપીને તેમાં સુર પુરાવેલ છે. તેમજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને વેગ મળે તે માટે રાજકોટ ખાતે ક્ધવેન્શન સેન્ટર ફાળ વવાની વર્ષો જૂની માંગણી કરાવામાં આવેલ હતી અને રાજકોટ ચેમ્બરના સ્નેહમિલન કાર્યક્રમ દરમ્યાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ આ માંગણીનો સ્વીકાર કરી સ્થળ પર જ તેની ફાળવણી કરવાની જાહેરાત કરેલ હતી ત્યારે આ બજેટની અંદ2 રાજકોટ ખાતે ક્ધવેન્શન સેન્ટર બનાવવા માટે આશ રે 50 કરોડની ફાળવણી કરવામાં આવેલ જેનાથી રાજકોટ ચેમ્બરની માંગણી સંતોષાયેલ તે બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરેલ.
રાજયના નાણામંત્રીએ આ બજેટમાં દરેક ક્ષેત્રને આવરી લઈ આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને સહકાર, ઉદ્યોગ અને ખાણ, ક્લાઈમેન્ટ ચેન્જ, વન અને પર્યાવારણ, પ્રાકૃતિક ખેતી, મહેસુલ, કાયદા, પ્રવાસન-યાત્રધામ અને નાગ રીક ઉડયન, અન્ન અને નાગરીક પુરવઠા, શહેરી અને ગ્રામિણ વિકાસ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, માર્ગ અને મકાન તેમજ શ્રમ અને કોશલ્ય, આદિજાતી, અનુસુચીત જાતી અને પછાતવર્ગ, સામાજીક ન્યાય-અધિકારીતા, મહિલા અને બાળ વિકાસ, રમત-ગમત, વિગેરે માટે કરોડા રૂૂપિયાની જોગવાઈ કરેલ છે. તેમજ અમદાવાદ- રાજકોટ એકસપ્રેસ વે થી સૌરાષ્ટ્રના દરીયાકાંઠાને જોડશે. જે આવકારદાયક છે. તેમજ ગુજરાત રાજય ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યું છે અને સેમીકંડકટ 2 ક્ષેત્રે વિશ્વ સ્ત રે કામ કરાશે. આમ ગુજરાત રાજયની વિકાસગાથાને આગળ વધારવા માટે સરકાર કટીબધ્ધ છે.
ખાસ કરીને ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે આશરે 11706 કરોડ ફાળવ્યા છે તે આવકા રદાયક છે તેનાથી ગુજરાતના તમામ નાના-મોટા ઉદ્યોગકારોને સારૂૂ એવું બુસ્ટ મળશે સાથો સાથે રાજયના લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગોં ઉપરાંત સ્ટોટઅપ એકમોની વિવિધ યોજનાઓ હેઠળ સહાય માટે આશરે 3600 કરોડની જોગવાઈથી વેગ મળશે. રાજયના સર્વાગી વિકાસ સાથે આ બજેટમાં શિક્ષણ અને આરોગ્ય ઉપર વધુ ભાર મુકવામાં આવેલ છે. આ બજેટથી સાર્વત્રીક સ્તરે વિકાસ સાથે દેશના અર્થતંત્રના વિકાસમાં પણ સહભાગી બની રહેશે. તેમ રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવની અખબારી યાદીમાં જણાવેલ છે.
