જામનગર શહેરના ગ્રીન સિટી વિસ્તારમાં આવેલી પાપા લુઈસ પીઝા નામની હોટલમાં ફૂડ વિભાગે દરોડો પાડ્યો હતો, જ્યાં હાઈજીનનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. ગ્રાહકો દ્વારા ફ્રેન્ચ ફ્રાય અને ચણા મસાલામાં વાળ નીકળવાની ફરિયાદ મળ્યા બાદ આરોગ્ય વિભાગે આ કાર્યવાહી કરી હતી.
તપાસ દરમિયાન હોટલમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો, જેના કારણે આરોગ્ય વિભાગે હોટલ સંચાલકને રૂૂપિયા 5,000 નો દંડ ફટકાર્યો હતો, અને નોટિસ પણ પાઠવી હતી.
જામનગર મહાનગર પાલિકાની ફુડ શાખાના ફૂડ ઇન્સ્પેક્ટર ડી.પી. પરમારે જણાવ્યું હતું કે, હોટલમાં કોઈપણ વસ્તુ હાઇજેનિક રીતે બનાવવામાં આવી રહી ન હતી, જે ગ્રાહકોના આરોગ્ય માટે જોખમી છે.
ગ્રાહકોએ 18.2.2025 ના રોજ 15.33 વાગ્યે હોટલમાં જમવાનો ઓર્ડર કર્યો હતો, જેનું બિલ નંબર 8813 હતું. જેમાં લંચ પુખ્ત 3 લોકો માટે 279 રૂૂપિયા પ્રતિ વ્યક્તિના ભાવે કુલ 837 રૂૂપિયા અને જી.એસ.ટી. સાથે ગ્રાન્ડ ટોટલ 879 રૂૂપિયા ચૂકવ્યા હતા, અને ફ્રેન્ચ ફ્રાય અને ચણા મસાલામાં વાળ નીકળવાની ફરિયાદ કરી હતી.ફૂડ વિભાગે હોટલ સંચાલકને તાત્કાલિક સ્વચ્છતા સુધારવા અને હાઇજેનિક રીતે ખાદ્ય પદાર્થો બનાવવાનો આદેશ આપ્યો છે.
