ભારતના વડાપ્રધાન મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી મુલાકાત વચ્ચે આજે સતત આઠમાં દિવસે શેરબજારમાં 1044 અંકની ઉથલપાથલ જોવા મળી હતી.
આજે સવારે ભારતીય શેરબજારમાં પોઝીટીવ સંકેત જોવા મળ્યા હતા અને સવારે સેન્સેકસ 250 પોઇન્ટ વધી 76388 અંકે ખૂલ્યો હતો અને એક તબકકે સેન્સેકસ 1044 અંક વધીને 76483ના સ્તર સુધી પહોંચ્યો હતો જો કે, ત્યારબાદ કરકેશન આવતા આજે 75439નો લો બનાવ્યો હતો.
આજ રીતે નિફટી ગઇકાલના 23031ના બંધ ભાવથી 65 અંક વધી 23096ના સ્તરે ખૂલ્યો હતો અને એક તબકકે 359 અંક વધીને 23133ના સ્તર સુધી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ કરકેશન આવતા 22774નો લો બનાવ્યો હતો.