105ની પૂછપરછ, 36 ફાઇલો કબજે, 34 બેંક એકાઉન્ટન્ટની વિગતો મેળવાઇ, 37 દર્દીઓના હિસ્ટ્રી ફોર્મ કબજે કરાયા
નખમાંય રોગ ન હોય તેવા લોકોના PMJAY અંતર્ગત ખોટા ઓપરેશન કરીને લાખો રૂૂપિયા સરકારી તીજોરીમાંથી મેળવી લેતી ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કુલ 5670 પેજનું ચાર્જશીટ રજૂ કર્યું છે. જેમાં ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ દરમિયાનના નિવેદનો ખ્યાતિ હોસ્પિટલમાં કામ કરતા અને પૂર્વ કર્મચારીઓ- તબીબો સહિતના નિવેદનોની વિગતો રજૂ કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના અંતરિયાળ ગામડાંમાં કેમ્પ કરીને 22 લોકોને વધુ સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલની ટીમ અમદાવાદ લઇ આવી હતી. જેમાં કોઇ જ જરૂૂરિયાત ન હોવા છતાં એન્જિયોગ્રાફી કરી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ પ્રકરણમાં બે નિર્દોષ લોકોના જીવ જતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂૂ કરી તો ખ્યાતિ હોસ્પિટલમાં 212 લોકોના જીવ ગયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી અને ગાંધીનગર બેઠેલા અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.આ પ્રકરણની ઝીણવટભરી તપાસ કરી ક્રાઇમ બ્રાંચની ત્રણ ટીમે 105 લોકોની પૂછપરછ કરી જરૂૂરી દસ્તાવેજી પુરાવા સાથે 5670 પેજનું ચાર્જશીટ રજૂ કર્યું છે. હજુ આ પ્રકરણમાં તપાસ ચાલી રહી છે અને ઘણા ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના છે.
આ પ્રકરણમાં હોસ્પિટલના કર્મચારીઓ – પૂર્વ કર્મચારીઓ મળી 105 વ્યક્તિની પૂછપરછ કરી નિવેદન લીધા, 19 ઇલેક્ટ્રોનિક્સ પુરાવા મળી આવ્યા
હોસ્પિટલ અને ડાયરેક્ટરોની ઓફિસમાંથી 36 ફાઇલ કબજે કરી, જે લોકોના ઓપરેશન કરવામાં આવ્યા અને જેમની સારવાર ચાલતી હોય તેવા લોકોની વિગતો સાથેના 11 રજિસ્ટર કબજે લેવાયા, PMJAY ગાંધીનગરની ઓફિસમાંથી જઘઙના દસ્તાવેજો કબજે લેવાયા બજાજ એલિયાન્સ ઇન્સ્યોરન્સ કંપનીમાં એસઓપી તથા દસ્તાવેજો મેળવવામાં આવ્યા, સરકારે મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતોની કમિટીની રચના કરી. કમિટી પાસેથી જરૂૂરી દસ્તાવેજી પુરાવા મેળવાયા, હોસ્પિટલમાંથી ઓડિટ રિપોર્ટ મેળવાયા, કંપની રજિસ્ટ્રેશન અંગે રજિસ્ટ્રાર ઓફ કંપનીસમાંથી વિગતો મેળવાઇ, 34 બેંક એકાઉન્ટની વિગતો મેળવાઇ, આરોપીની મિલકતોની વિગતો એકત્રિત કરવામાં આવી, દર્દીઓના કુલ 37 હિસ્ટ્રી ફોર્મ કબજે લેવાયા
ક્રાઇમ બ્રાંચે સરકારની જે યોજના અંતર્ગત જરૂૂરિયાતમંદોના ઓપરેશન થતા હતા તે ઙખઉંઅઢના બોગસ કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. હોસ્પિટલના સંચાલકોની ગોઠવણ હતી કે ઙખઉંઅઢમાં કોઇ પણ ઓપરેશન માટેની મંજૂરી માગવામાં આવે કે પોતાનો હિસ્સો લઇને ચોક્કસ સ્ટાફ મંજૂરી આપી દેતો હતો. હવે ચાલાક ચિરાગ અને તેની ટીમે કાર્ડ બનાવવા હાયર કરાયેલી એજન્સીના અધિકારીઓને પણ ફોડ્યા હતા. તેને પગલે તેઓ ગમે તેનું કાર્ડ બનાવવા માટે એપ્લિકેશન નાખે કે તરત જ જે-તે ટીમના માણસો પોતાના બે હજાર રૂૂપિયા મેળવીને કાર્ડ તૈયાર કરી દેતા હતા. સામાન્ય સંજોગોમાં જો તમારી પાસે તમામ ડોક્યુમેન્ટ્સ હોય અને ઙખઉંઅઢના કાર્ડ માટે એપ્લિકેશન કરવામાં આવે તો ત્રણ-ચાર દિવસ બાદ કાર્ડ તૈયાર થતા હતા. જોકે, કૌભાંડીઓ માત્ર 15 મિનિટમાં જ કાર્ડ બનાવી દેતા હતા.
ખ્યાતિકાંડમાં કોની કોની ધરપકડ થઇ
1) કાર્તિક પટેલ
2) ચિરાગ રાજપૂત
3) રાહુલ જૈન
4) ડો. સંજય પટોલિયા
5) રાજશ્રી કોઠારી
6) મિલિન્દ પટેલ
7) ડો. પ્રશાંત વજીરાણી
8) ડો. શૈલેષ આનંદ સહિત સંખ્યાબંધ આરોપીની ધરપકડ થઇ છે.