આમઆદમી પાર્ટી અને કોંગ્રેસના મોટા માથા રગદોળાયા, 27 વર્ષ બાદ ભાજપની સત્તામાં વાપસી
ખુદ કેજરીવાલ, આતીશી અને સીસોદિયાને પણ જીતવામાં ફાંફાં, આપ સરકારના અનેક પ્રધાનો પરાજય ભણી
કોંગ્રેસના હાથ ફરી ખાલી, ખાતું નહીં ખોલવાની પણ હેટ્રીક, સંદિપ દિક્ષિત સહિતના માથાઓ હાર્યા
નવી દિલ્હીમાં સત્તાના દંગલમાં અંતે આમઆદમીનો રકાસ થયો છે અને સત્તાનો ચોગ્ગો મારવામાં કેજરીવાલને સફળતા મળી નથી જ્યારે ભાજપે દેશના દિલ દિલ્હી ઉપર પણ સત્તાનું શુકાન સંભાળે તેવો જનાદેશ આપ્યો છે.
દિલ્હી વિધાનસભાની 70 બેઠકોના ચૂંટણી પરિણામો આજે જાહેર થયા છે તેમાં ભારે રસાકસીના અંતે ભાજપ સતાના સુત્રો સંભાળે તેવા નિર્દેશો મળે છે. દિલ્હીમાં મુખ્ય સ્પર્ધા આપ અને ભાજપ વચ્ચે જોવા મળી છે. જ્યારે કોંગ્રેસ ખાસ કંઈ ઉકાળી શકી નથી.
ચૂંટણી પરિણામો દરમિયાન ભારે રસાકસી જોવા મળી હતી. આમઆદમી પાર્ટીના મુખ્યમંત્રી અતિશી, પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા મનિષ સીસોદિયા પણ એક તબક્કે પાછળ જોવા મળ્યા હતાં. સૌથી આશ્ર્ચર્યની વાત તો એ છે કે, મુસ્લીમ મતદારોના પ્રભુત્વવાળા વિસ્તારોમાં પણ ભાજપના ઉમેદવાર આગળ જોવા મળી રહ્યા છે.
બેલેટ પેપરની મતગણતરી દરમિયાન ભાજપને 50થી વધુ બેઠકો ઉપર લીડ મળી હતી. પરંતુ ઈવીએમનું કાઉન્ટીંગ શરૂ થતા જ આપની બેઠકોનો ગ્રાફ પણ સડસડાટ વધ્યો હતો. અને આપ 30 બેઠક તથા ભાજપ 39 બેઠક ઉપર આગળ જણાતા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર એક બેઠક પર લીડ કરતા જોવા મળ્યા હતાં.
મતગણતરી જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ રસાકસી પણ વધુ જોવા મળી હતી. આમઆદમી પાર્ટી ત્રણ વખત સરકાર રચવામાં સફળ રહ્યું છે છેલ્લી ચૂંટણીમાં આપને 62 બેઠક મળી હતી. સામાપક્ષે ભાજપને ગત ચૂંટણીમાં માત્ર આઠ બેઠકો મળી હતી. કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં જોવા મળી ન હતી.
આ ચૂંટણીમાં ભાજપ 40થી વધુ બેઠકો ઉપર આગળ છે અને આમઆદમી પાર્ટી 30 બેઠકો આસપાસ આગળ જોવા મળે છે.
જો કે, સતત ત્રણ વખત સરકાર બનાવ્યા બાદ ચોથી વખત પણ આમઆદમી પાર્ટીએ ભાજપને જબરી ટક્કર આપી છે. કોંગ્રેસ તો નામશેષ જેવી હાલતમાં જ જોવા મળી છે. કેન્દ્ર અને અનેક રાજ્યોમાં સતા મેળવનાર ભાજપ છેલ્લા 15 વર્ષથી દિલ્હીમાં સતા મેળવવા પ્રયાસો કરી રહ્યો હતો, હવે તેમાં સફળતા મળી છે આ ચૂંટણીમાં ભાજપે તમામ તાકાત કામે લગાડી હતી અને છેલ્લી ઘડી સુધી કેજરીવાલ સહિતના આપના નેતાઓને ભીડવવા પ્રયાસો કર્યા હતાં.
આમ આદમી પાર્ટીના અનેક પ્રધાનો સહિતના મોટા નેતાઓ ચૂંટણી હારી રહ્યા છે કોંગ્રેસના પણ સંદીપ દિક્ષિત સહિતના નેતાઓ પાછળ છે અને કોંગ્રેસ એક પણ બેઠક નહીં જીતવાની હેટ્રીક લગાવેતેવું જણાય છે. દિલ્હીમાં 15 વર્ષના શાસનનો આપનો ગઢ ધરાશાયી થતો દેખાય છે. જ્યારે ભાજપ 27 વર્ષ પછી સત્તામાં વાપસી કરી રહેલ જણાય છે.
અયોધ્યાની હારનો બદલો, મિલ્કીપુરમાં ભાજપ વિજયના માર્ગે
લોકસભાની ચૂંટણીમાં ભાજપે યુપીમાં અયોધ્યા-પરોખાબાદ બેઠક ગુમાવી હતી. એથી એની ખુબ નાલેશી થઇ હતી. ત્યાના વિજેતા સપાના ઉમેદવાર અવધેશ પ્રસાદ સાંસદ બનતા તેમણે મીલ્કીપુર વિધાનસભાની બેઠક છોડી હોવાના કારણે આ પેટા ચૂંટણી યોજાઇ હતી આ બેઠકની મતગણતરી હાથ ધરાઇ હતી. અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ ભારે સરસાઇ લીધી હતી. આમ તે હારનો બદલો લઇ રહી છે.
અહિયા બીજેપીના ચંદ્રભાનુ પાસવાન આગળ ચાલી રહ્યા છે, સપાના અજીત પ્રસાદ પાછળ છે. ત્રીજા રાઉન્ડમાં ભાજપના ચંદ્રભાનુ પાસવાન 10,170 મતોથી આગળ છે. અજિત પ્રસાદ બીજા સ્થાને છે અને ભીમ આર્મીના સૂરજ ચૌધરી કોઈ રેસમાં જોવા મળતા નથી. તેમને અત્યાર સુધી માત્ર 198 વોટ મળ્યા છે યુપીના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કહ્યું કે ભાજપ મિલ્કીપુરમાં જંગી બહુમતી સાથે જીત તરફ આગળ વધી રહી છે. અમે પહેલા રાઉન્ડમાં ઘણું આગળ નીકળી ગયા છીએ. આ દરમિયાન જ્યારે તેમને સપા દ્વારા લગાવવામાં આવી રહેલા આરોપો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે જ્યારે પણ સમાજવાદી પાર્ટી હારે છે ત્યારે આવા પાયાવિહોણા આરોપો લગાવે છે, તેથી તેમની વાત પર ધ્યાન ન આપવું જોઈએ.
પરિણામો પહેલાં જ કોંગ્રેસના દામાદે હાર સ્વીકારી
કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ સંપૂર્ણ પરિણામો સ્પષ્ટ થાય તે પહેલાં જ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર સ્વીકારી લીધી છે. તેમના એક નિવેદનથી સ્પષ્ટ થયું કે તેઓ કોંગ્રેસની વાસ્તવિકતા જાણે છે. શરૂૂઆતના વલણો બહાર આવે તે પહેલાં જ તેમણે કહ્યું હતું કે દિલ્હીના લોકો જેને પણ પસંદ કરે, કોંગ્રેસ તેમની સાથે મળીને કામ કરશે. રોબર્ટ વાડ્રાએ કહ્યું, પદિલ્હીના લોકો જે પણ પક્ષ પસંદ કરે, તેમણે તેનું પાલન કરવું જોઈએ. દિલ્હીમાં જે પણ સરકાર આવશે, કોંગ્રેસના નેતાઓ તેમની સાથે કામ કરશે. ખરીદ-વેચાણનું કોઈ રાજકારણ ન હોવું જોઈએ. પ્રદૂષણ અને મહિલા સુરક્ષા પર કામ થવું જોઈએ. ગમે તેટલા વચનો આપવામાં આવ્યા હોય, તે બધાનો અમલ કરવાની જરૂૂર છે.મને ખબર છે કે ગમે તે સરકાર આવે, કોંગ્રેસ પાર્ટી અને બધા કોંગ્રેસના નેતાઓ તેમની સાથે એક થઈને કામ કરશે. રોબર્ટ વાડ્રાના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ જાણે છે કે કોંગ્રેસ દિલ્હીની ચૂંટણીમાં કંઈ ખાસ હાંસલ કરશે નહીં.
‘આપ’ કઈ સીટ પર આગળ?
1. બુરારી – સંજીવ ઝા
2. તિમારપુર – સુરિન્દર પાલ સિંહ (બિટ્ટુ)
3. આદર્શ નગર – મુકેશ કુમાર ગોયલ
4. કિરારી – અનિલ ઝા
5. સુલતાનપુર મજરા – મુકેશ કુમાર અહલાવત
6. રોહિણી – પરદીપ મિત્તલ
7. વજીરપુર – રાજેશ ગુપ્તા
8. સદર બજાર – સોમ દત્ત
9. ચાંદની ચોક – પુનરદીપ સિંહ સાહની (સબ્બી)
10. મતિયા મહેલ – આલે મોહમ્મદ ઈકબાલ
11. બલ્લીમારન – ઈમરાન હુસૈન
12. કરોલ બાગ – વિશેષ રવિ
13. પટેલ નગર – પ્રવેશ રત્ન
14. તિલક નગર – જરનૈલ સિંહ
15. નવી દિલ્હી – અરવિંદ કેજરીવાલ
16. મહેરૌલી – મહેન્દ્ર ચૌધરી
17. દેવળી – પ્રેમ ચૌહાણ
18. આંબેડકર નગર – ડો. અજય દત્ત
19. સંગમ વિહાર – દિનેશ મોહનીયા
20. બાદરપુર – રામસિંહ નેતાજી
21. ત્રિલોકપુરી – અંજના પરચા
22. કોંડલી – કુલદીપ કુમાર (મોનુ)
23. ગાંધી નગર – નવીન ચૌધરી (દીપુ)
24. સીમાપુરી – વીર સિંહ ધીંગાન
25. સીલમ પુર – ચૌધરી ઝુબેર અહમદ
26. બાબરપુર – ગોપાલ રાય
જનતાનો નિર્ણય સ્વીકાર્ય, હવે વિપક્ષની ભૂમિકા : કેજરીવાલ
દિલ્હી ચૂંટણીનું પરિણામ આવ્યું છે અને જનતાનો જે નિર્ણય છે તેને પુરી રીતે સ્વીકાર કરીએ છીએ. હું ભાજપને આ જીત માટે શુભેચ્છા પાઠવું છું અને આશા કરૂૂ છું કે જે આશા સાથે જનતાએ બહુમત આપ્યો છે તેના પર તે ખરા ઉતરશે. અમે 10 વર્ષમાં કેટલાક કામ કર્યા હવે વિપક્ષની ભૂમિકા ભજવીશું. હું આપના તમામ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવવા માંગુ છું તે સારી રીતે ચૂંટણી લડ્યા અને ઘણી મહેનત કરી.
દિલ્હી સચિવાલયમાંથી ફાઇલો લઇ જવાની મનાઇ
કેજરીવાલ હારતાં જ સંયુક્ત સચિવનો આદેશ
દિલ્હીમાં 70 વિધાનસભા સીટો માટે મતગણતરી ચાલી રહી છે. આ દરમિયાન પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. સરકારી દસ્તાવેજો અને ડેટાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અધિકારીઓને તાત્કાલિક દિલ્હી સચિવાલય પહોંચવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સંયુક્ત સચિવે આદેશ જારી કર્યો છે. જેમાં તેમણે ઉચ્ચ અધિકારીને તાત્કાલિક દિલ્હી સચિવાલય પહોંચવા સૂચના આપી છે. દિલ્હીમાં ચૂંટણીના વલણોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારી દસ્તાવેજો અને ડેટાની સુરક્ષા માટે સંયુક્ત સચિવ પ્રદીપ તયાલે અધિકારીઓને તાત્કાલિક દિલ્હી સચિવાલય પહોંચવાનો આદેશ આપ્યો છે. આદેશમાં તેણે લખ્યું, પસુરક્ષાની ચિંતાઓ અને રેકોર્ડની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, વિનંતી કરવામાં આવે છે કે વહીવટી વિભાગની પરવાનગી વિના દિલ્હી સચિવાલય પરિસરની બહાર કોઈપણ ફાઇલો/દસ્તાવેજો, કમ્પ્યુટર હાર્ડવેર વગેરે ન લઈ જવામાં આવે. તેથી, નિર્દેશ આપવામાં આવે છે કે દિલ્હી સચિવાલયમાં સ્થિત વિભાગો/ઓફિસો હેઠળના તમામ સંબંધિત શાખાના પ્રભારીઓને તેમના વિભાગ/શાખા હેઠળના રેકોર્ડ્સ, ફાઇલો, દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક ફાઇલો વગેરેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂૂરી સૂચનાઓ જારી કરવામાં આવે. આ આદેશો સચિવાલયની ઓફિસો અને મંત્રીઓની કેમ્પ ઓફિસ અને કેમ્પ ઓફિસના ઈન્ચાર્જની ઓફિસોને પણ લાગુ પડશે.
કેજરીવાલને હરાવી જાયન્ટ કીલર પરવેશ વર્મા મુખ્યમંત્રી બને તવી શક્યતા
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતી સાથે જીત મેળવી. AAPમાટે દિલ્હી વિધાનસભા 2025ના ચૂંટણી પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક છે. AAPછેલ્લા 10 વર્ષથી સત્તામાં હતુ. વર્ષ 2015માં પાર્ટીએ 67 બેઠક જીતી હતી અને 2020માં 62 બેઠક જીતી હતી. એવામાં AAPમાટે દિલ્હી વિધાનસભા 2025ના ચૂંટણી પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક છે. ભાજપે દિલ્હી વિધાનસભામાં આશરે અઢી દાયકા પછી સત્તા મેળવી છે. જો કે આમ આદમી પાર્ટીના પરાજય અને ભાજપના વિજય બાદ સૌથી મોટો પ્રશ્ન એ રહેશે કે હવે દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે?દિલ્હીમાં મુખ્યમંત્રી માટે મનોજ તિવારી, વીરેન્દ્ર સચદેવા અથવા પરવેશ વર્માના નામોની ચર્ચા થઈ રહી છે. પરંતુ આમાંથી જ કોઈ નામ ફાઇનલ થાય એ જરૂૂરી પણ નથી. મનોજ તિવારીના ચહેરા સાથે ભાજપ અગાઉ પણ વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યો છે.
દિલ્હીના એક મોટા વોટ બેન્ક સમાન પૂર્વાંચલી સમાજમાં તેઓ મજબૂત નેતાની ઇમેજ ધરાવે છે. તો વીરેન્દ્ર સચદેવા દિલ્હી ભાજપના પ્રમુખ તરીકે સંગઠન મજબૂત કરનારા નેતાની ઇમેજ જાળવી શક્યા છે. પરવેશ વર્માએ AAPક્ધવીનર અને સૌથી દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલને હરાવીને મજબૂત દાવેદારી નોંધાવી છે. અને તેની મુખ્યમંત્રી પદે તાજપોશી થાય તેની શકયતા વધુ છે.નવી દિલ્હી બેઠક પર AAPક્ધવીનર અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ, ભાજપના પૂર્વ સાંસદ પરવેશ વર્મા અને કોંગ્રેસના પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિત વચ્ચે મુકાબલો હતો. જેમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી હાર્યા છે. ભાજપના પરવેશ વર્મા 3182 મતોથી જીત્યા છે.