બ્રિજ માટે ચાર એજન્સીએ ટેન્ડર ભરેલ : બેકબોન ક્ધસ્ટ્રક્શન પ્રા.લી.ને કામ અપાયું
શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા કાલાવડ રોડ પર કટારિયા ચોકડી ખાતે ટ્રાફિકનું ભારણ વધતા મહાપાલિકાએ એલિવેટર બ્રિજ બનાવવાનું ટેન્ડર પ્રસિદ્ધ કરેલ જેમાં ચાર એજન્સીએ ટેન્ડર ભરેલ અને ટેન્ડર ખોલવાની પ્રક્રિયા દરમિયાન બેકબોન ક્ધટ્રક્શન દ્વારા સૌથી ઓછા ભાવ રૂા. 141.73 કરોડ ભરતા તેમનું ટેન્ડર મંજુર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
કાલાવડ રોડ ક્રોસીંગ રીંગ રોડ-2નું ડેવલપમેન્ટ થતાં કટારિયા ચોકડીએ ગોંડલ તરફથી અને જામનગર તરફથી આવતા વાહનોનું ભારણ વધતા ટ્રાફિક સમસ્યા વિકરાળ બની હતી. જેના લીધે મનપાએ કટારિયા ચોકડીએ એલિવેટર બ્રિજ બનાવવાનો નિર્ણય લઈ ટેન્ડર પ્રક્રિયા હથ ધરી હતી.
ટેન્ડરની અવધી પુરીથતાં આજ રોજ ટેન્ડર ખોલવામાં આવેલ કુલ ચાર ટેન્ડર આવેલ જેમાં દિનેશ ચંદ્ર અગ્રવાલ ઈન્ફાકાંન લી.ના 142 કરોડ તથા વિજય એમ મિસ્ત્રી ક્ધટ્રક્શન 147 કરોડ તેમજ મંગલમ બિલ્ડકોનના રૂા. 153 કરોડ અને બેકબોન ક્ધટ્રક્શનના રૂા. 141 કરોડ ભાવ અપાતા સૌથી ઓછા ભાવ ઓફર કરેલ બેકબોન ક્ધટ્રક્શન કંપનીનું ટેન્ડર મંજુર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યાર બાદ સ્ટેન્ડીંગમાં દરખાસ્ત રજૂ કરી મંજુરી મળ્યા બાદ વર્ક ઓડર આપવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.
