31 ડિસેમ્બર પૂર્વે પોલીસનું ચેકિંગ, 279 સામે કાર્યવાહી

31 ડિસેમ્બર પૂર્વે પોલીસ દ્વારા શહેરભરમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંગે પોલીસે હાથ ધરેલા ચેકીંગમાં દારૂ પીધેલાઓ સામે…

31 ડિસેમ્બર પૂર્વે પોલીસ દ્વારા શહેરભરમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંગે પોલીસે હાથ ધરેલા ચેકીંગમાં દારૂ પીધેલાઓ સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. ગઈકાલ રાત્રે પોલીસ દ્વારા હાથ ધરેલ ચેકીંગમાં ગ્રિનલેન્ડ ચોકડી, સોરઠિયાવાડી સર્કલ, કોટેચા ચોક, કટારિયા ચોકડી, કિશાનપરા ચોક, ઘંટેશ્ર્વર સહિતના વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની અલગ અલગ ટીમોએ ડિંક એન્ડ ડ્રાઈવની કામગીરી કરી હતી. જેમાં ચેકીંગ દરમિયાન 279 કેસ કરવામાં આવ્યા હતાં અને 9 વાહનો ડિટેઈન કરાયા હતાં. તેમજ ઈંડાની રેકડીએ પોલીસે ચેકીંગ કર્યુ હતું.

બ્રેથ એનેલાઈઝરની મદદથી 157 લોકોને ચેક કરવામાં આવ્યા હતાં. ટ્રાફિક પોલીસ દ્વારા કુલ 14,600નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. 31 ડિસેમ્બર પૂર્વે શહેરમાં પોલીસના સઘન ચેકીંગને કારણે નશાખોરોમાં સોપો પડી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *