અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવે રવિવારે વીએચપીના કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. અહીં તેમણે કહ્યું કે મને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે આ ભારત છે, આ દેશ ભારતમાં રહેતા બહુમતીની ઈચ્છા પ્રમાણે ચાલશે. તેમના સંબોધનમાં, તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતા, સતી અને જૌહર જેવી પ્રથાઓ નાબૂદ કરવામાં આવી છે, જ્યારે મુસ્લિમ સમુદાયમાં એકથી વધુ પત્નીઓ રાખવાની પ્રથા હજુ પણ ચાલુ છે.
રિપોર્ટ અનુસાર, જસ્ટિસ શેખર યાદવે કહ્યું, મને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે આ ભારત છે, આ દેશ ભારતમાં રહેતા બહુમતીની ઈચ્છા પ્રમાણે કામ કરશે. આ કાયદો છે. તમે એવું ન કહી શકો કે તમે હાઇકોર્ટના જજ તરીકે આવું કહી રહ્યા છો. વાસ્તવમાં કાયદો બહુમતીના હિસાબે કામ કરે છે. તેને કુટુંબ કે સમાજના સંદર્ભમાં જુઓ. બહુમતીનું કલ્યાણ અને સુખ હોય તે જ સ્વીકારવામાં આવશે.
જસ્ટિસ શેખરે વધુમાં જણાવ્યું હતું કે શાસ્ત્રો અને વેદ જેવા હિંદુ ગ્રંથોમાં મહિલાઓને દેવી તરીકે પૂજવામાં આવે છે, તેમ છતાં સમુદાયના સભ્યો એકથી વધુ પત્નીઓ રાખવા, હલાલા અથવા ટ્રિપલ તલાકનો અધિકાર માંગે છે. તેમણે કહ્યું, તમે એવી સ્ત્રીનું અપમાન ન કરી શકો કે જેને આપણા શાસ્ત્રો અને વેદોમાં દેવી તરીકે માન્યતા આપવામાં આવી છે. તમે ચાર પત્નીઓ રાખવા, હલાલા અથવા ટ્રિપલ તલાકનો અધિકાર માંગી શકતા નથી. તમે કહો, અમને ટ્રિપલ તલાક કહેવાનો અને મહિલાઓને ભરણપોષણ ન આપવાનો અધિકાર છે. આ અધિકાર કામ કરશે નહીં. ઞઈઈ એવી વસ્તુ નથી જે વીએચપી, આરએસએસ અથવા હિન્દુત્વની હિમાયત કરે છે. દેશની સર્વોચ્ચ અદાલત પણ આ અંગે વાત કરે છે.
