ગોંડલના ભુણાવા ગામે રહેતા બે પરિવારો વચ્ચે ભાડેથી ક્રેન ચલાવવા બાબતે થયેલી માથાકુટમાં સામાસામી મારામારી અને તોડફોડનો બનાવ બનતા આ મામલે ગોંડલ તાલુકા પોલીસમાં 12 સામે ગુનો નોંધાયો છે. ભાડેથી ક્રેન ગામમાં ચલાવવા અંગે કાકા અને ભત્રીજા વચ્ચે થયેલ માથાકુટ મારામારી સુધી પહોંચી ગઇ હતી. ભુણાવા ગામે રહેતા વિશ્ર્વરાજસિંહ ભરતસિંહ જાડેજા એ નોંધાવેલી ફરીયાદને આધારે ભુણાવા ગામના કૃષ્ણપાલસિંહ વિજયસિંહ જાડેજા, વિજયસિંહ બચુભા જાડેજા, હડમતાળાના અજયસિંહ કેશુભા જાડેજા તેના સાળા, તથા પાટીયાળીના દુષ્યંતસિંહ ઉપરાંત ગોંડલના ભગીરથસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા અને દિગપાલસિંહ કેશુભા જાડેજાનુ નામ આપ્યુ છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ વિશ્ર્વરાજસિંહે દોઢ મહીના પહેલા ક્રેન લીધી હોય જે તેમના ગામના કારખાનામાં ભાડેથી ચાલતી હોય અજયસિંહ કેશુભા જાડેજા પાસે પણ ક્રેન હોય અને તેઓ પણ ભાડેથી ચલાવતા હોય તે બાબતે માથાકુટ થઇ હતી જેથી વિશ્ર્વરાજસિંહ કે જેઓ ગોંડલ રાજકોટ પર આવેલ હાઇવે પર ઘરઢાબા પેટ્રોલ પમ્પમા નોકરી કરતા હોય ત્યા આવી કૃષ્ણસિંહ, અજયસિંહ અને દુશ્યંતસિંહે માથાકુટ કરીને હુમલો કર્યો હતો. જેની જાણ વિશ્ર્વરાજસિંહના પિતાને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વિશ્ર્વરાજસિંહને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડયા હતા. આ ઘટનામાં સમાધાનની વાત આવતા ગણેશ ક્રેન નામની દિગપાલસિંહની ઓફીસે અજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, સહદેવસિંહ અને યોગીરાજસિંહ ગયા હતા અને વિશ્ર્વરાજસિંહ સાથે થયેલ માથાકુટ બાબતે વાતચીત કરતા ત્યા હાજર અજયસિંહ જાડેજાના સાળા, વિજયસિંહ બચુભા જાડેજા, ભગીરથસિંહ જાડેજા, મયુરસિંહ અને દિગપાલસિંહે હુમલો કરતા અજયસિંહને પણ ઇજા થઇ હતી અને આ મામલે ફરીયાદ નોંધાવી હતી.
સામા પક્ષે વિજયસિંહ બચુભા જાડેજાએ નોંધાવેલી ફરીયાદમાં કાકા ભરતસિંહ બચુભા જાડેજા સાથે ભુણાવાના સિધ્ધરાજસિંહ નિરૂભા જાડેજા, તેના ભાઇ નરેન્દ્રસિંહ નિરૂભા જાડેજા અને ભરતસિંહના પુત્ર યોગીરાજસિંહનુ નામ આપ્યુ છે. ક્રેન ભાડે આપવા બાબતે વિશ્ર્વરાજસિંહ સાથે થયેલ માથાકુટના બીજા દિવસે વિજયસિંહના શિવ ડ્રીકીંગ વોટર નામના ટાટા 407 માં જયારે પાણીના જગ મુકવા માટે ડ્રાઇવર જતો હતો ત્યારે રસ્તામાં રોકી જીજે 19 ટી 2314 માં તોડફોડ કરી ડ્રાઇવર અને વિજયસિંહને ધમકી આપી હતી. ગાડીનો આગળનો કાચ તથા ટાયરને નુકસાન પહોંચાડવા બદલ આ મામલે સામા પક્ષે ફરીયાદ નોંધાતા આમ કુલ 1ર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.
