તમાકુ ઉત્પાદનો, ઠંડાપીણા સાથે રેડીમેડ ગાર્મેન્ટ મોંઘા થશે

જીએસટી પર મંત્રિસમૂહ સોમવારે કાર્બોરેટેડ પીણાં, સિગારેટ, તમાકુ અને સંબંધિત હાનિકારક ઉત્પાદનો પરના વર્તમાન કર દરમાં વધારો કરવાનો નિર્ણય કર્યોછે. મંત્રીઓનો સમૂહ કુલ 148 વસ્તુઓ…

જીએસટી પર મંત્રિસમૂહ સોમવારે કાર્બોરેટેડ પીણાં, સિગારેટ, તમાકુ અને સંબંધિત હાનિકારક ઉત્પાદનો પરના વર્તમાન કર દરમાં વધારો કરવાનો નિર્ણય કર્યોછે. મંત્રીઓનો સમૂહ કુલ 148 વસ્તુઓ પર ટેક્સ દરોમાં ફેરફારની દરખાસ્ત કરશે. તેની ચોખ્ખી આવકની અસર હકારાત્મક રહેશે. 21 ડિસેમ્બરે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મંત્રી સમૂહના અહેવાલ પર ચર્ચા કરવામાં આવશે.


જીએસટી દરોને તર્કસંગત બનાવવા માટે રચાયેલ મંત્રી સમૂહ (જીઓએમ) એ સોમવારે કાર્બોરેટેડ પીણાં, સિગારેટ, તમાકુ અને સંબંધિત હાનિકારક ઉત્પાદનો પરના કરનો દર હાલના 28 ટકાથી વધારીને 35 ટકા કરવાનો નિર્ણય લીધો છે. જો કે આ અંગે અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલે લેવાનો રહેશે.


એક અધિકારીએ જણાવ્યું હતું કે બિહારના નાયબ મુખ્યમંત્રીની આગેવાની હેઠળના જીઓએમએ વસ્ત્રો પર પણ ટેક્સના દરોને તર્કસંગત બનાવવાનો નિર્ણય કર્યો છે. જીઓએમના નિર્ણય મુજબ હવે 1,500 રૂૂપિયા સુધીના તૈયાર વસ્ત્રો પર 5 ટકા જીએસટી, 1,500 થી 10,000 રૂૂપિયાની કિંમતના તૈયાર વસ્ત્રો પર 18 ટકા જીએસટી અને 10,000 રૂૂપિયાથી વધુ કિંમતના વસ્ત્રો પર 28 ટકા જીએસટી લાગશે.


અધિકારીએ જણાવ્યું હતું કે મંત્રી જૂથ કુલ 148 વસ્તુઓ પર ટેક્સના દરોમાં ફેરફારનો પ્રસ્તાવ મૂકશે. તેની ચોખ્ખી આવકની અસર હકારાત્મક રહેશે. 21 ડિસેમ્બરે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મંત્રી સમૂહના અહેવાલ પર ચર્ચા કરવામાં આવશે. ટેક્સમાં ફેરફાર અંગે અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા લેવાનો રહેશે.અધિકારીએ કહ્યું કે તમાકુ અને સંબંધિત ઉત્પાદનો પર 35 ટકા ટેક્સ માટે વધારાનો સ્લેબ બનાવવામાં આવશે. 5, 12, 18 અને 28 ટકાના ટેક્સ સ્લેબ પહેલાની જેમ જ ચાલુ રહેશે. જીએસટી કાઉન્સિલમાં રજૂ કરવા માટે પ્રધાનોના સમૂહે સોમવારે તેના અહેવાલને અંતિમ સ્વરૂૂપ આપ્યું હતું. જીઓએમએ ઓક્ટોબરમાં ઘણી વસ્તુઓ પર ટેક્સ દરોમાં ફેરફારની દરખાસ્ત કરી હતી. આમાં મુખ્ય બાબત એ છે કે 20 લીટર કે તેથી વધુ ક્ષમતાની પીવાના પાણીની બોટલો પર ટેક્સ રેટ 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો છે.


જીએસટી વળતર સેસ પર મંત્રીઓનું જૂથ વધુ સમય માંગશે અધિકારીએ જણાવ્યું હતું કે જીએસટી વળતર સેસ પર રચાયેલા મંત્રીઓના જૂથે સોમવારે તેનો અહેવાલ સબમિટ કરવા માટે વધુ છ મહિનાનો સમય માંગવાનો નિર્ણય કર્યો હતો. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીના નેતૃત્વ હેઠળના મંત્રીઓના આ સમૂહમાં આસામ, છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, મધ્ય પ્રદેશ, પંજાબ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને બંગાળના સભ્યો પણ સામેલ છે.

સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રીમિયમમાં રાહત મળશે
નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું હતું કે જો જીએસટી કાઉન્સિલ સ્વાસ્થ્ય અને જીવન વીમા પોલિસી પરના જીએસટી દરમાં ઘટાડો કરવાની ભલામણ કરે છે, તો પોલિસી ધારક માટે વીમાની કિંમતમાં ઘટાડો થવાની અપેક્ષા છે. નાણામંત્રીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે જીવન અને સ્વાસ્થ્ય વીમા પરના જીએસટી દરોની સમીક્ષાનો મામલો જીઓએમ સમક્ષ પેન્ડિંગ છે. જો જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટી દરમાં ઘટાડો કરવાની ભલામણ કરવામાં આવે, તો જીએસટીમાં ઘટાડાના કારણે પોલિસી ધારક માટે વીમાની કિંમતમાં ઘટાડો થવાની આશા છે. હાલમાં, જીવન અને આરોગ્ય વીમા પોલિસીના પ્રીમિયમ પર 18 ટકા જીએસટી ચૂકવવાપાત્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *