ભાણવડના નામચીન બૂટલેગરને પાસા તળે જેલમાં ધકેલાયો

જામનગર જિલ્લાના પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ પડાણા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા દારૂૂના ગુના દાખલ કરાયા હતા, તે દારૂૂના ધંધાર્થી ભાણવડના બુટલેગરની પોલીસ દ્વારા…


જામનગર જિલ્લાના પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ પડાણા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા દારૂૂના ગુના દાખલ કરાયા હતા, તે દારૂૂના ધંધાર્થી ભાણવડના બુટલેગરની પોલીસ દ્વારા પાસા હેઠળ અટકાયત કરી લઇ સુરતની જેલમાં ધકેલી દેવાયો છે.


ભાણવડ તાલુકાના પાછતરડી ગામનો વતની મેરૂૂભાઈ રામભાઈ હુણ નામનો બુટલેગર કે જેની સામે જામનગરના મેઘપર પોલીસ મથકમાં તેમજ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં દારૂૂના ગુન્હા નોંધવામાં આવ્યા હતા, તે દારૂૂના ધંધાર્થી સામે એલસીબી ની ટીમ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા પોલીસવડા મારફતે જિલ્લા સમાહર્તાને મોકલવામાં આવી હતી.


ત્યાંથી મંજૂરીની મહોર લાગી ગઈ છે, અને ગઈ રાતે એલસીબી ની ટુકડીએ દારુના ધંધાર્થી મેરૂૂભાઈ રામભાઈ ની અટકાયત કરી લઈ તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *