દ્વારકાના મેવાસા ગામે મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી, છરી બતાવી ધમકી આપી: બે સામે ગુનો

કલ્યાણપુર પંથકમાં દારૂના બે દરોડામાં બે ઝડપાયા: એક નાસી છૂટ્યો દ્વારકા નજીકના મેવાસા ગામે રહેતા મનિષાબેન સાવજાભા કેર નામના 26 વર્ષના પરિણીત હિન્દુ વાઘેર મહિલાના…

કલ્યાણપુર પંથકમાં દારૂના બે દરોડામાં બે ઝડપાયા: એક નાસી છૂટ્યો

દ્વારકા નજીકના મેવાસા ગામે રહેતા મનિષાબેન સાવજાભા કેર નામના 26 વર્ષના પરિણીત હિન્દુ વાઘેર મહિલાના ઘરમાં ગુનાહિત રીતે અપપ્રવેશ કરી, અને આ જ ગામના સામરાભા ગાભાભા સુમણીયા અને નાયાભા ગાભાભા સુમણીયા નામના બે શખ્સોએ છરી બતાવીને સાવજાભાને બહાર કાઢો- તેમ કહી, બોલાચાલી કરીને ઝપાઝપી કરી હતી.


આ પ્રકરણમાં આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, ફરિયાદી મનિષાબેન તથા સાહેદ સાવજાભાને ઢીકા-પાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે દ્વારકા પોલીસે મનિષાબેનની ફરિયાદ પરથી સામરાભા અને નાયાભા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.
વિદેશી દારૂૂ અંગે કાર્યવાહીમાં બે ઝડપાયા, એક ફરાર


કલ્યાણપુર તાલુકાના ભવનેશ્વર ગામના પાટીયા પાસેથી પોલીસે પોરબંદર તાલુકાના ભાવપરા વિસ્તારમાં રહેતા સુભાષ લખમણભાઈ ઓડેદરા નામના 27 વર્ષના શખ્સને રૂૂપિયા 5,680 ની કિંમતની વિદેશી દારૂૂની 10 બોટલ તેમજ રૂૂપિયા 25,000 ની કિંમતના એક્ટિવા મોટરસાયકલ અને રૂૂપિયા 3,000 ની કિંમતના મોબાઈલ ફોન મળી, કુલ રૂૂપિયા 33,680 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.


આ પ્રકરણમાં ભાણવડ તાલુકાના પાછતરડી ગામની સીમ વિસ્તારમાં રહેતો રૂૂડા રામાભાઈ મોરી નામનો શખ્સ ફરાર જાહેર થયો છે. જે અંગે ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. અન્ય એક કાર્યવાહીમાં પોલીસે દેવળીયા ગામના વેજા રામદે માડમ નામના 40 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાંથી રૂૂપિયા 5,058 ની કિંમતની વિદેશી દારૂૂની નવ બોટલ કબજે કરી, તેની અટકાયત કરીને ગુનો નોંધ્યો હતો.


ખંભાળિયામાં જુગાર દરોડો: 4 પકડાયા
ખંભાળિયાના રાવળપાડો વિસ્તારમાંથી પોલીસે મોડી રાત્રીના સમયે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા ચંદ્રેશ બાબુભાઈ કેશરાણી, વિજય મનસુખભાઈ પરમાર, રાહુલ કારૂૂભાઈ કેશરાણી અને હરેશ કડવાભાઈ ચૌહાણ નામના ચાર શખ્સોને ઝડપી લઇ, રૂૂ. 1,880 નો મુદામાલ કબજે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *