કલ્યાણપુર નજીક બાઇક સ્લિપ થતા નાવદ્રાના યુવાનનું મોત

કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે રહેતા હરદાસભાઈ ડાડુભાઈ કંડોરીયા નામના 65 વર્ષના વૃદ્ધ તેમના જી.જે. 10 ઈ. 8325 નંબરના મોટરસાયકલ પર બેસીને ભાટિયા તરફ જઈ રહ્યા…

કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે રહેતા હરદાસભાઈ ડાડુભાઈ કંડોરીયા નામના 65 વર્ષના વૃદ્ધ તેમના જી.જે. 10 ઈ. 8325 નંબરના મોટરસાયકલ પર બેસીને ભાટિયા તરફ જઈ રહ્યા હતા. ત્યારે પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલું આ મોટરસાયકલ સ્લીપ થતા ચાલક હરદાસભાઈ કંડોરીયાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર અશોકભાઈ હરદાસભાઈ કંડોરીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે મૃતક બાઈક ચાલક હરદાસભાઈ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂૂરી કાર્યવાહી કરી હતી.


મહિલાનું મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે રહેતા નિમુબેન લાખાભાઈ પરમાર નામના 30 વર્ષના મહિલા ગત તારીખ 6 નવેમ્બરના રોજ રાત્રિના સમયે બાથરૂૂમ જવા ઊભા થતા તેમને એકાએક ચક્કર આવ્યા હતા. જેથી તેઓ અહીં જ પટકાઈ પડ્યા હતા.


આથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ લાખાભાઈ નાથાભાઈ પરમારે કલ્યાણપુર પોલીસને કરી છે.


દારૂ સાથે બે ઝડપાયા
કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામે રહેતા પ્રવીણ નુંઘાભાઈ વસરા નામના 28 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂૂની એક બોટલ તેમજ ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં રહેતા જુનસ અલુભાઈ ચાવડાને બે બોટલ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *